પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતને મહીને ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે
ભારતની માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા દેશના ખેડૂતોના ઉન્નતી અને વિકાસ માટે અવારનવાર ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હોય છે. દેશના કોઇપણ રાજ્યના દરેક સીમંત કે ગરીબ ખેડૂતને ખેડૂતલક્ષી યોજનાઓની એક જ પ્લેટફોર્મ પરથી જાણકારી મળી રહે તે માટે થઈ માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલમાં જ ‘કિસાન સારથી’ નામનું ડિજીટલ પ્લેટફોર્મને દેશના ખેડૂતો સમક્ષ મુકવામાં આવ્યું.
આ ડિજીટલ “કિસાન સારથી” પ્લેટફોર્મ દ્વારા દેશના ગમે તે રાજ્યના ખેડૂત પોતાની માતૃભાષામાં જ વ્યક્તિગત ખેતી સંબધિત જાણકારી મેળવી શકશે. આ પ્લેટફોર્મ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો પાસેથી ખેડૂતોને યોગ્ય સમયે સાચી માહિતી મળી શકશે.
- Advertisement -
દેશનો ખેડૂત ખેડૂત કાળી મજૂરી કરીને સમગ્ર દેશ નું પેટ ભરે છે પણ શરીર સાથના આપે ત્યારે નિવૃત્તિના સમયે ઓશિયાળો બની જાય છે. જેને કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ખેડૂત અને ખેતમજુરને પણ પેન્શન મળે તેવી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે ૩૬,૦૦૦ રુપીયા મળે છે. પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને દર મહીને પેન્સન આપવાની યોજના છે. આ યોજના અંતર્ગત ૬૦ વર્ષથી વધારે ઉમરના ખેડૂતોને દર મહીને ૩૦૦૦ રૂપિયા એટલે કે વર્ષે ૩૬,૦૦૦ રૂપિયા ખેડૂતને પેન્શન મળે છે.આ પીએમ કિસાન માનધન યોજનામાં ખેડૂતને ઓછામાં ઓછું ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૪૦ વર્ષ સુધી ૫૫ રૂપિયાથી લઇને ૨૦૦ રૂપિયા સુધી માસિક અંશદાન કરવાનું રહેશે, જે ખેડૂતની ઉમર પર નિર્ભર કરશે. જો ૧૮ વર્ષની ઉમર આ યોજનામાં જોડાશે તો માસિક ૫૫ રૂપિયા આપવાના થશે. ૩૦ વર્ષની ઉમરે જો જોડાશે તો માસિક ૧૧૦ અને ૪૦ વર્ષની ઉમરે જોડાશે તો મહીને ૨૦૦ રૂપિયા જમા કરવાના થશે.
દેશનો ખેડૂત ખેતમજુર નિવૃત્તિ પછી પણ સ્વમાન સાથે જીવી શકે એ માટે પતિ પત્ની બન્ને ને ૬૦ વર્ષ પછી પ્રતિ માસ ૩–૩ હજાર એમ વર્ષના ૩૬–૩૬ હજાર મળે એવી કિસાન પેન્શન યોજનાઓ અમલમાં છે ત્યારે પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટએ આ માટે માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરી આવકાર્યા છે.


