જૂનાગઢ મનપા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ભ્રષ્ટાચારનો વિડીયો સામે આવ્યો
ગાડીઓમાં વજન બરાબર કરવા ધૂળ, માટી નાખવામાં આવે છે
- Advertisement -
એજન્સીને 7 ટનની પેનલ્ટી કરવામાં આવી – મનપા અધિકારી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા અલગ અલગ વોર્ડમાં કચરો એકત્ર કરવા ગ્લોબલ એજન્સી મારફત કામગીરી કરવામાં આવેછે ત્યારે જોશીપુરા વિસ્તારના સામાજિક કાર્યકર કર ભાવેશ ગઢીયા દ્વારા ડોર ટુ ડોર કાર્બેજ કલેક્શન કરતી ગાડીમાં ધૂળ – માંટી નાખવાનો વિડિઓ બનાવી કચરો એકત્ર કરતી એજન્સીનો ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો હતો. જૂનાગઢ મનપા દ્વારા શહેરને સ્વચ્છ બનાવા માટે 74 ગાડીઓ દ્વારા રોજબરોજ કચરો એકત્ર કરવામાં આવેછે જે કામ ગ્લોબલ નામની એજન્સીને આપવામાં આવ્યું છે અને મહાનગર પાલિકા દ્વારા જેટલો કચરો એકત્ર થયા તેના ટનના વજન પ્રમાણે રૂપિયા ચુકવામાં આવે છે.ત્યારે સામાજિક કાર્યકર ભાવેશ ગઢીયાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી શાંતેશ્વર રોડ પર કચરો એકત્ર કરતી ગાડીઓ દ્વારા ધૂળ – માંટી નાખવામાં આવેછે આતો માત્ર નજરે ચડેલ એક ગાડી સામે આવી છે આવી તો અનેક ગાડીઓમાં એક ગાડીમાં એક ટન વજન કરવા માટે કેટલો ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને પણ જણાવ્યું હતું કે કચરો એકત્ર કરવા ડમ્પિંગ સાઈડ પર મનપા કર્મચારી પણ હોય છે તેને શું આ ખબર નહિ હોય એવું તો કેટલા સમય થી ચાલતું હશે અને કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તેની ઊંડાણ પૂર્વક તપાસ શરુ થવી જોઈએ તેવી માંગ કરી હતી.
કચરો એકત્ર કરવાની ગાડીના ભ્રષ્ટાચાર અંગે શું કહેવું છે મનપા અધિકારીનું?
જૂનાગઢ શહેરમાં રોજ બરોજ કચરો એકત્ર કરતી ગ્લોબલ એજન્સીના ગાડીઓમાં કામ કરતા કર્મચારી દ્વારા ધૂળ – માંટી નાખવાનો ભ્રષ્ટાચારનો વિડિઓ સામે આવતા સેનીટેશન સુપ્રિટેન્ડન્ટ હાજાભાઈ ચુડાસમા સાથે વાતચિત્ત કરતા જણાવ્યું હતું શહેરમાં કુલ 74 ગાડીઓ દ્વારા જુદા જુદા વોર્ડ અને વિસ્તારોમાંથી રોજ બરોજ કચરો એકત્ર કરવામાં આવેછે ત્યારે શાંતેશ્વર વિસ્તારમાં એક ગાડીમાં માંટી નાખવાની ફરિયાદ મળી હતી ત્યારે તેની સામે પગલાં ભરવામાં આવ્યા છે જે એજન્સી ને કામ સોંપવામાં આવ્યું છે તેમાં તેને એક ટન પ્રમાણે રૂપિયા ચુકવામાં આવેછે અમારી પાસે ફરિયાદ આવતા એજન્સીને 7 ટનની પેનલ્ટી મારવામાં આવી છે એક ગાડી એક ટન કચરો એકત્ર કરતી હોય છે પણ કચરાનો વજન કરવા માંટી નાખવાની વાત સામે આવતા તુરંત કાર્યવાહી કરીને 7 ટનની પેન્લટી લગાવામાં આવી છે જયારે હાલ જે એજન્સી કામગીરી કરી રહી છે તેની કામગીરી 24 જૂન 2024ના પૂર્ણ થવાની છે તેમ જણાવ્યું હતું.
આ તો એક ગાડીનો ભ્રષ્ટાચાર સામે આવ્યો બાકીની ગાડીઓ કેટલી હશે?
જૂનાગઢ મનપા દ્વારા ગાર્બેજ કલેક્શન કરવા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવેછે ત્યારે આતો જાગૃત નાગરિકે માત્ર એક ગાડી પકડી આવીતો કુલ 74 ગાડીઓ શહેરમાં ચાલે છે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે તેમ જાગૃત નાગરિકો દ્વારા તપાસ કરવાની માંગ ઉઠી છે.
- Advertisement -
કચરાની ગાડીમાં માટી ભરતા હોવાનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો….