રાજકોટ મહાજનની પાંજરાપોળમાં ગૌમાતાનું પૂજન કરી છપ્પન ભોગ ધરાવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આપણા સૌના પ્રિય એવા દિવંગત પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે જૈન વિઝન દ્વારા સેવાના પ્રકલ્પ સ્વરૂપે ગૌ માતાને છપ્પન ભોગ ધરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ડો દર્શીતાબેન શાહ, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, રૂપાણી પરિવારના અમિનેષભાઈ રૂપાણી, ઋષભ વિજયભાઈ રૂપાણી, તેમજ જૈન અગ્રણી દિપકભાઈ કોઠારી,(ઉઊં) દિપકભાઈ બાવીસી, અને રાજકોટ છખઈ ના પૂર્વ ટાઉન પ્લાનર બકુલભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહીને પુણ્યનાં આ કાર્યમાં સહભાગી બન્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સ્વ. વિજયભાઈ રૂપાણીની તસ્વીર પાસે અગરબત્તી કરીને નવકાર જાપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગૌ માતાનું પૂજન કરીને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનવા મિલન કોઠારી, ભરત દોશી, અખિલ શાહ, ગીરીશ મહેતા, સુનિલ કોઠારી, નરેશભાઈ મહેતા, ચંદ્રકાન્તભાઈ દોશી, જય મહેતા, કેતન વખારિયા, કેતન સંઘવી,દીપેન મહેતા, યશ દોશી, હિરેન સંઘવી, ઋષભ વખારિયા, રાહુલ દેસાઈ, મિલન મહેતા, જતીન કોઠારી તેમજ મહિલા વિંગના અમિષાબેન દેસાઈ, જલ્પાબેન પતીરા, અંકિતાબેન મહેતા, પાયલ ફુરીયા, નમ્રતાબેન બોટાદરા, હેમાબેન વોરા,બીનાબેન શાહ, ભાવિકાબેન શાહ, હેતલબેન પાડલીયાએ જહેમત ઉઠાવેલ હતી.
સમગ્ર આયોજનની સુંદર વ્યવસ્થા અરિહંત ગ્રુપના જયેશભાઇ શાહ દ્વારા કરવામાં આવેલ તેમજ રાજકોટ મહાજન પાંજરાપોળ સ્ટાફ અને ટ્રસ્ટીગણનો ખુબ સુંદર સહયોગ મળેલ હતો. ટિમ જૈન વિઝન ના નિલભાઈ મહેતા તરફથી સર્વ માટે નવકારશીનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.