બ્લૂ ઇકોનોમી અને એગ્રી-ફૂડ પ્રોસેસિંગ પર વિશેષ ભાર; મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિકાસનો રોડમેપ રજૂ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ-2025 અંતર્ગત પોરબંદરના તાજાવાલા હોલ ખાતે જિલ્લા-સ્તરીય કાર્યક્રમ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમિટ દ્વારા પોરબંદરના માળખાગત વિકાસ, પ્રવાસન અને બ્લૂ ઇકોનોમીના માધ્યમથી દરિયાકાંઠાના વિસ્તારોના ઉત્થાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
ઔદ્યોગિક રોકાણ અને રોજગારી સમિટના પ્રથમ દિવસે જ જિલ્લામાં મોટા પાયે રોકાણ માટે વિવિધ ઉદ્યોગકારો સાથે ખઘઞ સાઇન કરવામાં આવ્યા હતા. જેમાં: રાજશાખા હોટલ એન્ડ રિસોર્ટ: ₹40 કરોડના રોકાણ સાથે અંદાજે 100 લોકોને રોજગારી મળશે. ખજઉ એક્સપોર્ટ પ્રા.લી.: ₹20 કરોડના રોકાણ સાથે 200થી વધુ લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
બ્લૂ અને એગ્રી ઇકોનોમી પર સેમિનારો પોરબંદરની ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને 19 અને 20 ડિસેમ્બર દરમિયાન બ્લૂ બાયો-ઇકોનોમી, ફૂડ કોન્કલેવ અને બાયોટેક જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા સેમિનારો યોજાશે. મંત્રીએ જણાવ્યું કે માછીમારોની સુવિધા માટે જેટી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન નાબાર્ડની ’પોટેન્શિયલ લિંક ક્રેડિટ પ્લાન’ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
મહિલા સશક્તિકરણ અને સરકારી લાભો સ્થાનિક મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા “સશક્ત નારી મેળા”નું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં વાજપાઇ બેન્કેબલ યોજના, લખપતિ દીદી અને ડ્રોન દીદી જેવી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. 21 ડિસેમ્બર સુધી નટવર સિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે પ્રદર્શન શરૂ રહેશે, જેમાં સ્થાનિક કલા અને ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરું પાડવાનો પ્રયાસ કરાયો છે.



