રાજુલા શહેરના પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના તહેવારને અનુલક્ષીને ધ્વજાનું નિ:શુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું. અને તમામ મોટરસાયકલ પર ધ્વજા લગાડવામાં આવી હતી. સાથોસાથ રામનવમીના તહેવારને લઇ સેલ્ફી પોઇન્ટ પણ મૂકવામાં આવ્યો હતો. અને મોટી સંખ્યામાં લોકોએ સેલ્ફી પોઇન્ટ ખાતે ફોટો પડાવવા માટે ઉમટી પડ્યા હતા. રાજુલામાં રામનવમીના તહેવારની ભવ્ય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજે બપોરે 4:30 વાગ્યે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા તથા બજરંગ દળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઇ ચાંદુ, ગૌરાગભાઇ મહેતા, ચિરાગ બી. જોષી, મહેશભાઇ વરૂ, વનરાજભાઇ મકવાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજુલામાં VHP દ્વારા રામનવમી તહેવારને અનુલક્ષીને ધ્વજાનું વિતરણ

Follow US
Find US on Social Medias