12 વધારાની એક્સ્ટ્રા બસના માધ્યમથી મુસાફરી સુગમ બનાવવાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
તહેવાર દરમિયાન મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે વેરાવળ એ.ટી. ડેપો દ્વારા 12 વધારાની એક્સ્ટ્રા બસો દોડાવશે. ગુજરાતના નાગરિકો દિવાળીની ઉજવણી તેમના વતનમાં કરી શકે તે માટે GSRTC સજ્જ છે. જેમાં વેરાવળ એ.ટી.ડેપો દ્રારા વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. વેરાવળ એ.ટી.ડેપોને મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને ધ્યાને લઈને એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.16થી દિવાળીના તહેવારોમાં સુરત અમદાવાદ તરફથી સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં આવતા મુસાફરો માટે રોજે રોજ 12 વધારાના વાહનોથી વધારાના એક્સ્ટ્રા રૂૂટ પર ચલાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ટ્રાફિકનું પ્રમાણ વધારે રહેશે તો વધારે વાહનો પણ એક્સ્ટ્રા સંચાલનમાં મૂકવામાં આવશે.