જુદી-જુદી ટીમ બનાવી પોલીસે ઝૂંબેશ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ એલસીબીએ ફરાર 12 આરોપીને ઝડપી લીધા હતાં. જુદી-જુદી ટીમ બનાવી પોલીસે ઝૂંબેશ હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સુચનાથી એલસીબી પીઆઇ એ.એસ.ચાવડા માર્ગદર્શનમાં એલસીબી સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમે બનાવી ઝુંબેશ હાથ ધરી આવી હતી. જેમાં તાલાલા પોલીસ સ્ટેશનનાં ગુનાનાં ફરાર કાસમભાઇ ઉર્ફે ગાંધી તૈયબભાઇ સેતા (રહે.ચિત્રાવડ) સબીરભાઇ હબીબભાઇ ભટ્ટી (રહે.તાલાલા), અલ્પેશ ભાયાભાઇ વાજા (રહે. આજોઠા), રામભાઇ સામતભાઇ વાળા (રહે. લોઢવા), જયદિપ ઉર્ફે જુઠો ભાયાભાઇ મારૂ (રહે. લોઢવા), મહેન્દ્ર કાનાભાઇ ભોળા( રહે. લોઢવા), નિલેશભાઇ મેરૂભાઇ ભોળા(રહે. લોઢવા), નાનુભાઇ ભીખાભાઇ વાળા (રહે. લોઢવા), નારણ ઉર્ફે નરેશ પુંજાભાઇ સોલંકી(રહે. લોઢવા), મહેશ અરજણભાઇ ભોળા (રહે. લોઢવા), રાહુલભાઇ ભુપતભાઇ સેવરા(રહે.કુંભારીયા), આદીલ ઉર્ફે વાંદરી અનવર શેખ (રહે. વેરાવળ)ને ઝડપી લીધા હતા.