ભારતીય વાનગીઓ વેચતા સ્ટોર્સમાં લોકોની લાઈનો લાગે છે
પાકિસ્તાનની ઔદ્યોગીક અને ફાઈનાન્સીયલ રાજધાની ગણાતા કરાચીમાં શુદ્ધ શાકાહારી ભારતીય વાનગીઓનો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. લોકો સોયાબીન આલુ બિરયાની, આલુ ટિકકી, વડાપાવ, મસાલા, ઢોસા અને ઢોકળા જેવી ભારતીય શાકાહારી વાનગીઓનો સ્વાદ દેવા માટે હિન્દુઓના ફુડ સ્ટોલ પર લાઈનો લગાવે છે.
- Advertisement -
કરાચીમાં મોંઘી યુરોપીયન અને ઈટાલિયન ડીશથી લઈને પોસાય તેવા ચાઈનીઝ ફુડ અથવા સાદા બન કબાબ સુધીના વિકલ્પો ઉપલબ્ધ છે. જો કે તાજેતરના મહિનાઓમાં સ્વાદના રસિયાઓમાં શુદ્ધ શાકાહારી વાનગીઓનો સ્વાદ પણ વિકસ્યો છે.
ઝીણા રોડ પરના કમ્પાઉન્ડમાં મહારાજ કરમચંદ વેજિટેરિયન ફુડસ ઈનના માલિક મહેશકુમાર કહે છે કે, તેમનો બિઝનેસ ધમધમી રહ્યો છે. કારણ કે લોકોમાં ભારતીય વાનગીઓનો ચટકો લાગ્યો છે. તેને તેઓ શુદ્ધ શાકાહારી ભારતીય ડિશ તરીકે ઓળખાવે છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા આ નારાયણ કમ્પાઉન્ડ હિંદુઓ, શીખો અને ખ્રિસ્તીઓ શાંતિ અને સુમેળથી રહેતા હતાં. હાલમાં ત્યાં માત્ર રેસ્ટોરન્ટ જ નહીં, પરંતુ સદીઓ જૂનું સ્વામીનારાયણ મંદિર અને ગુરુદ્વારા પણ છે. મહારાજ કરમચંદ ઈન હવે વકીલો અને મુલાકાતીઓ માટે એક લોકપ્રિય રેસ્ટોરન્ટ બની છે.
મહેશકુમારે જણાવ્યું હતું કે અમારી સોયાબીન આલુ બિરયાની, આલુ ટિકી, પનીર કરહી અને મિકસ વેજીટેબલ પ્રખ્યાત છે અને જમવાના સમયે ભારે ધસારો જોવા મળે છે. લોકોએ પાર્સલ લઈ જાય છે અને હોમ ડિલીવરીના પણ ઓર્ડર આપે છે. આ રેસ્ટોરન્ટમાં કોઈ ફેન્સી નથી. તેમાં માત્ર લાકડાની ખુરશીઓ અને ટેબલો છે. પરંતુ ફ્રેશ વેજીટેબલ અને હોમમેઈડ મસાલા મુસ્લિમ અને બિન-મુસ્લિમ ગ્રાહકોને આકર્ષે છે. જો કે તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ તેમની રેસ્ટોરન્ટનો પ્રચાર કરતા નથી, કારણ કે હજુ પણ કેટલાક રૂઢીચુસ્તો મુસ્લિમો માટે હિંદુઓએ બનાવેલા ભોજનને વર્જિત માને છે.
- Advertisement -
અહીં બીજા હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમ મહિલાઓએ ઉભા કરેલા બીજા કેટલાંક ફુડ સ્ટોલ પાવભાજી, વડાપાવ, મસાલા ઢોસા અને ઢોકળા જેવી ભારતીય વેજીટેબલ વાનગી માટે પ્રખ્યાત બન્યા છે અને તેમના બિઝનેસમાં પણ તેજી છે.