પોરબંદર મહાનગર પાલિકાની હદમાં દિગ્વિજય ગઢ ગામનો સમાવેશ થતાં વનાણા ટોલનાકું મનપાની હદમાં આવી ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગર પાલિકાએ ટોલનાકું દિગ્વિજય ગઢથી આગળ ખસેડવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAIને પત્ર લખ્યો છે. પોરબંદર શહેરની વિસ્તૃત મહાનગરપાલિકા હદમાં ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વનાણા અને દિગ્વિજયગઢ ગામો પણ સામેલ છે. આ પરિવર્તનને કારણે, વનાણા ટોલનાકું હવે મનપાની સીમામાં આવેલું છે. જેનાં કારણે શહેરીજનો માટે ટોલ ટેક્સ ચુકવવાનો પ્રશ્ન ઊભો થયો છે. મહાનગર પાલિકા કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ટોલનાકું દિગ્વિજય ગઢ પછી કોઈપણ સુચિત સ્થળે ખસેડવાની માગણી કરવામાં આવી છે. મનપાના સિટી ઈજનેર જયદીપસિંહ રાણા એ જણાવ્યું કે, “મનપાની હદમાં ટોલનાકું આવતા શહેરીજનો માટે મુશ્કેલી ઊભી થાય છે. આ માટે અમે ગઇંઅઈંને પત્ર લખી જાણ કરી છે. દિગ્વિજય ગઢ વિસ્તારમાં મનપાના વાહનો અને સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે. મનપા વિસ્તારમાં શહેરીજનો માટે કોઈપણ વાહન પર ટોલ ટેક્સ લાગતો નથી. ટોલનાકું હવે દિગ્વિજય ગઢથી આગળ ખસેડવામાં આવશે.” ટોલનાકું ખસેડવાની પ્રક્રિયા પુરી થયા બાદ પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓ માટે અવરજવર સરળ બનશે. મનપા હદમાં આવતા વાહનોને હવે ટોલ ટેક્સ ચૂકવવો નહીં પડે, જે શહેરીજનો માટે મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થશે. ગઇંઅઈં દ્વારા ટોલનાકું ખસેડવાની પ્રક્રિયા ક્યારે શરૂ કરવામાં આવશે અને નવું ટોલનાકું ક્યા સ્થળે સ્થપાશે તે અંગે વધુ સ્પષ્ટતા આવનારા દિવસોમાં થઈ શકે.
વનાણા ટોલનાકું દિગ્વિજયગઢ પછીના વિસ્તારમાં ખસેડાશે: પોરબંદર મનપાનો નિર્ણય
You Might Also Like
Follow US
Find US on Social Medias