સૌથી વધુ વલસાડ જિલ્લામાં 1505 લોકોને સાપ કરડયા હતા
ભારતમાં સાપની કુલ 300 કરતા વધારે પ્રજાતિ જોવા મળે છે
- Advertisement -
રાત્રીના 10 થી સવારના 4 વાગ્યા દરમિયાન સાપ કરડવાની ઘટના વધારે બને છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ચોમાસા સીઝન દરમિયાના સાપ કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે.108 દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં વર્ષ 2021, 2022 અને જૂન 2023 સુધીમાં 14 હજાર લોકોને સાપ કરડ્યા છે. જેમાં સૌથી વધુ આદિવાસી વિસ્તારમા સાપ કરડવાના કિસ્સા વધારે પ્રકાશમાં આવ્યા છે. રાજ્યમાં ઝેરી સાપની 5 જેટલી જાતિઓ છે. ભારતમાં સાપનું કુલ 300 કરતાં વધારે પ્રજાતિ જોવા મળે છે. રાજ્યમાં ચોમાસા દરમિયાના સાપ કરડવાની ઘટનાઓ વધે છે. જ્યારે ગરમીની સીઝનમાં સાપ કરડવાની ઘટનાઓમાં ઓછી બનતી હોય છે. રાજ્યમાં સોથી વધારે ત્રણ વર્ષમાં વલસાડમાં 1505 લોકોને સાપ કરડ્યા છે. ત્યાર બાદ ડાંગમાં 1026 લોકોને સાપ કરડ્યા હતા. આ અંગે વન વિભાગના સ્નેક રિસર્ચ ઇન્સિટ્યુટના વાઇસ ચેરમેન ડો. ધીરુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, કોબ્રો(નાગ) કોમનક્રેટ કાળોતરો, રસલ વાઇપર, ફોરસુ, બાબુપીટ વાઇપર ઝેરી સાપની જાત છે. ભારતમાં 300 જાતિના સાપ જોવા મળે છે. વિનોમસ સાપની 65 જાતિના જોવા મળે છે. પ્રોબેબલ વિનોમસની 3 જાતિ છે. ઓછુ ઝેરી હોય તેવી 44 જાતના સાપ છે. અને બીન ઝેરી 192 જાતના સાપ છે. ગુજરાતમાં જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમિયાના સાપ કરડવાની ઘટનામાં વધારો થતો હોય છે. આ સમય દરમિયાના વરસાદના પાણી સાપના દળમાં ઘુસવાથી અને વાતાવરણમાં ઠંડક હોવાથી સાપ બહાર નિકળે છે. જેથી આ સમય દરમિયાના સાપને કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે. માર્ચ મહિનામાં સાપ કરડવાની ઘટનાઓ ઓછી બનતી હોય છે. ફેબ્રુઆરીથી ગરમીનું પ્રમાણ વધતાં સાપ ગરમી સહન ન કરી શકતાં હોવાથી દળમાં વધારે રહે છે. ખાસ કરીને ગુજરાતમાં વન વિસ્તાર એટલે કે આદિવાસી જિલ્લાઓમાં સાપ કરડવાની ઘટનાઓ વધારો બને છે.
સાપની સારવાર માટેના ઇન્જેક્શન માત્ર ચેન્નાઇ મલ્લાપુરમ ખાતે તૈયાર થાય છે
સાપ કરડે ત્યારે તેની સારવાર માટે વપરાતુ ઇન્જેક્શન સાપના ઝેરમાંથી બનાવામાં આવે છે. સાપમાંથી ઝેર કાઢી તેના પ્લોઝમોમાંથી ઇન્જેક્શન બનાવામાં આવે છે. ઇન્જેક્શન બનાવામાં આઠ મહિના જેટલો સમય લાગે છે. ભારતમાં ચેન્નાઇથી થોડે દૂર મલ્લાપુરમ ખાતે ટ્રાઇબલ કો-ઓપરેટીવ સોસાયટીને ઇન્જેક્શન બનાવાની પરમીશન છે. રિઝિયન અન્ટિ વીનમ ઇન્જેકશન બાબતે અત્યારે કામ કરી રહ્યા છીએ. ડબલ્યુએસઓનું માનવુ છે કે, રિઝિયન પ્રમાણે એન્ટિ વીનમ ઇન્જેકશન હોવા જોઇએ એટલે કે, જે વિસ્તારમાં ઝેરી સાપ છે તે સાપનું ઝેર કાઢીને તેનું ઇન્જેકશન બનાવીને સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે જેથી અસરકારતા વધે છે.
- Advertisement -
કોબ્રા સાપનું ઝેર 15 મિનિટથી 3 કલાકમાં અસર કરે છે
કોબ્રા કરડે ત્યારે વ્યક્તિ પાસે 15 મિનિટથી માંડીને 3 કલાક સુધીનો ઝેરની અસર થતી હોય છે. સમયસર સારવાર ન મળે તો માનવીનું મોત થતુ હોય છે. એન્ટી વીનમ ઇન્જેકશનની વ્યવસ્થા હોય અને ઓક્સિજન વ્યવસ્થાવાળી હોસ્પિટલમાં સારવાર લેવી. દર્દી હલન ચલન ઓછુ કરે તેનું ખ્યાસ ધ્યાન રાખવું. દર્દીને ડાબા પડખે સુવડાવવા જોઇએ. જેથી ઉલ્ટી કરે તો ફેફ્સામાં તેની અસર ન થાય. સાપ કરડે ત્યારે માણસ તોતરુ બોલે, શ્વાસ લેવામાં તકલીફ પડે, આખ બંધ થઇ જાય છે.
રાજ્યની 108 ઇમરજન્સી સેવામાં નોધાયેલા કેસ પ્રમાણે વર્ષ 2021માં સાપ કરડવાની સૌથી વધુ 564 ઘટનાઓ વલસાડ જિલ્લામાં બની હતી. જ્યારે સૌથી ઓછી ઘટનાઓ 43 ઘટનાઓ સુરેન્દ્રનગરમાં બની હતી. આજ રીતે વર્ષ 2022માં સૌથી વધારે 731 કેસ વલસાડમાં નોધાયા હતા.જ્યારે સૌથી ઓછા કેસ 37 કેસ પાટણમાં નોધાયા હતા. વર્ષ 2023માં જૂન સુધીના આંકડા જોઇએ તો સૌથી વઘુ 210 કેસ વલસાડમાં નોધાય છે. જ્યારે સૌથી ઓછા 08 કેસ બોટાદમાં નોધાયા છે. આમ આ આંકડા પ્રમાણે ગુજરાતમાં સાપ કરડવાની સૌથી વધારે ઘટનાઓ વલસાડમાં નોધાય છે.
સાપ કરડવાની ઘટના સૌથી વધુ રાત્રે 10થી 4માં બને છે
સાપનો મુખ્ય ખોરાક ઉંદર અને દેડકા છે જેથી માનવવસ્તીમાં સાપ ઉંદર અને દેદડાને લીધે આવે છે. આથી સાપથી રક્ષણ મેળવવા માટે ઘરમાંથી ઉદર અથવા દેડકા દૂર ભગાડવા જઇએ. આ ઉપરાંત ધરની આસપાસ ગંદકી કરવાથી પણ ઉદર અને દેડકા આવે છે જો આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઘરમાં અનાજ પેક કરીને રાખવો જોઇએ જેથી ઉંદર અનાજ ખાવા માટે ઘરમાં ન આવે. સાપ કરડવાના બનાવો રાત્રીના દસ વાગ્યાથી સવારના 4 વાગ્યા દરમિયાન બનતા હોય છે.
કયા જિલ્લામાં કેટલી સાપ કરડવાની ઘટના બની
જિલ્લો 2021 2022 2023*
અમદાવાદ 116 160 74
અમરેલી 122 207 43
આણંદ 106 106 37
અરવલ્લી 75 88 33
બનાસકાંઠા 177 182 102
ભરુચ 130 180 72
ભાવનગર 71 111 44
બોટાદ 34 38 8
છોટા ઉદેપુર 163 204 69
દાહોદ 216 231 104
દ્વારકા 62 97 34
ગાંધીનગર 110 97 34
ગીર સોમનાથ 63 83 25
જૂનાગઢ 157 198 80
જામનગર 157 198 76
કચ્છ 250 296 125
ખેડા 105 110 46
મહેસાણા 49 80 28
મહીસાગર 81 94 34
મોરબી 71 66 28
નર્મદા 287 310 110
નવસારી 233 273 75
પંચમહાલ 209 222 93
પાટણ 44 37 17
પોરબંદર 91 145 45
રાજકોટ 143 196 65
સાબરકાંઠા 129 135 53
સુરત 294 393 167
સુરેન્દ્રનગર 43 50 26
તાપી 336 331 118
ડાંગ 429 447 150
વડોદરા 211 230 98
વલસાડ 564 731 210
*(108 સેવા દ્વારા જાહેર કરાયેલી વિગત)
*(14 જુલાઇ 2023 સુધી)
ક્યાં જિલ્લામાં સૌથી વધારે સાપ કરડવાની ઘટના બની
1505- વલસાડ
1026-ડાંગ
854-સુરત
785- તાપી
707- નર્મદા
671- કચ્છ
581- નવસારી
551- દાહોદ
ઝેરી સાપમાં બે પ્રકારનું ઝેર હોય છે
ન્યુરો ટોક્સિન: ગુજરાતમાં નાગ અને કાળોતરો
હીમોટોક્સિન: ગુજરાતમાં ખડચીતળો અને ફુરસો
સાયટોટોક્સિન: નાગ અને કાળોતરાના વિષ તે પ્રમાણમાં ઓછુ હોય છે
કાર્ડિયોટોક્સિન: નાગ અને કાળોતરાના વિષમાં તે ઓછા પ્રમાણમાં હોય છે.