સત્ય એક જ હોય છે પણ તમે પાટલીની કઈ બાજુએ ઉભા છો, તેના પરથી તમારું સત્ય વ્યક્ત થતું હોય છે. અંગે્રજીમાં સિક્સ લખ્યું હોય તો બીજા છેડે ઉભેલાને તેમાં નાઈન દેખાય તો એ ખોટો નથી. અર્થ એ પણ થયો કે એ અંગે્રજી અંકને સિક્સ ગણનારો પણ સાચો જ છે અને આને રાશોમાન ઈફેકટ કહે છે. 19પ0 માં જાપાનીઝ દિગ્ગજ ડિરેકટર આકિરા કુરોસાવાએ બનાવેલી રાશોમાન નામની કલાસિક ફિલ્મમાં પણ આ જ વાત હતી. થયેલી એક હત્યાને સંકળાયેલાં તમામ લોકો તેને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી મૂલવે છે પણ આવા અનુમાન, ધારણા, અભિપ્રાય એટલાં બાયસ્ડ હોય છે કે ખરેખરું સત્ય તેમાં ગૂંગળાઈ મરે. માણસ માત્રના ડિએનએમાં વણાઈ ગયેલું આ એક ઈનબિલ્ટ પોલ્યૂશન છે, જેનો ભોગ કાયમ સમાજ અને ખાસ કરીને લાગુ પડતી વ્યક્તિ જ બને છે.
કોઈપણ ઘટનાને જોવા-તપાસવાના માનવીના ચશ્માં અલગ હોવાના. તેના પર જોયાની, જાણ્યાની, સાંભળ્યાની અને ધારણાઓની ધૂળ લાગેલી જ હોવાની. તામિલ ભાષામાં વિક્રમ વેધા જેવી વેગળી ફિલ્મ બનાવનારા નિર્માતા ગાયત્રી-પુષ્કરે એમેઝોન-પ્રાઈમ ઓટીટી પ્લેટફોર્મ પર અનોખો, દિલચશ્પ અને ક્રિસ્પી વેબસિરિઝ થકી બોમ્બ ફોડયો છે, જેનુંનામ છે : વધાંધિ : ધ ફેબલ ઓફ વેલોની.
ભારતમાં હિન્દી કરતાં વધુ ક્રિએટીવ અને નક્કર કામ પ્રાદેશિક ભાષામાં થાય છે અને તેનો મણમોઢાંનો પુરાવો આ વેબસિરિઝ છે. ક્ધયાકુમારીમાં વિધવા માતા રૂબી સાથે રહેતી અને માતા સાથે જરાપણ મનમેળ ન ધરાવતી પુત્રી વેલોનીની હત્યા થઈ જાય છે. વિન્ડ ફાર્મની વિશાળ જગ્યામાં બીનવારસી જેમ મળી આવેલી વેલોનીની સડી ગયેલી લાશ અનેક ભેદભરમ જન્માવે છે. સૌથી પહેલાં તો વેલોનીની લાશને તામિલ અભિનેત્રી મમતાનો જ મૃતદેહ માની લેવામાં આવે છે પણ પછી ખુલાસો થાય છે કે, આ ડેડબોડી મમતાનું નહિ, પણ તેના જેવી જ દેખાતી, દેખાવડી યુવતી વેલોનીનું છે. પ્રાથમિક તપાસમાં ખબર પડે છે કે વેલોની ક્ધયાકુમારીના બંગલામાં ગેસ્ટ હાઉસ ચલાવતી વિધવા રૂબીની પુત્રી છે અને એ ખુલાસા સાથે જ વેલોની વિશે (વધાંધિ) અફવાઓની માર્કેટ તેજ થઈ જાય છે. અભિનેત્રી મમતાનો મૃતદેહ હોવાની ગેરસમજને કારણે છાપરે ચડી ગયેલી વેલોનીની હત્યાથી છૂટકારો મેળવવા તામિલ પોલીસ ઈચ્છે છે કે વેલોનીનો કેસ જલ્દી વાઈન્ડ-અપ કરવામાં આવે પણ વેલોનીની હત્યાની તપાસ કરનારા સબ ઈન્સ્પેકટર વિવેકને વેલોની બારામાં એવી એવી વાતો મળે છે, જે ખરેખર તો વેલોની માટે (ધ ફેબલ) દંતકથા સમાન લાગે.
એક પતિવિહોણી ગેસ્ટ હાઉસની સંચાલિકાની ચુલબુલી, ખુબસુરત, બિન્દાસ અને યુવાન દીકરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળે એટલે ક્ધયાકુમારી જેવા નાના અને છેવાડાના સેન્ટરમાં એટએટલી વાતો વેગ પકડે છે કે તેનું પગેરું પકડવામાં સબ ઈન્સ્પેકટર વિવેક અનેક વખત થાપ ખાય જાય છે અને દર વખતે સત્ય જાણવાની તેની જિજ્ઞાસા તેમજ તાલાવેલી તેના દિમાગનો કબજો લઈ લે છે. વેલોનીના અણગમતાં ફિયાન્સ વિગ્નેસનું મૃત્યુ થાય છે એટલે તામિલ પોલીસ વિગ્નેશ પર હત્યાનું આળ ચડાવીને વેલોની-કેસમાંથી હાથ ખંખેરી નાખે છે પરંતુ સબ ઈન્સ્પેકટર વિવેકને સાચો હત્યારો ન પકડયાની ગિલ્ટ કોરી ખાય છે. આ ગિલ્ટ તેની પારિવારિક અને પ્રોફેશનલ લાઈફને પણ ડિસ્ટર્બ કરે છે પરંતુ વેલોની વિષેની દંતકથાઓ અને અફવાઓ વચ્ચે અટવાતું-ગુંગળાતું સત્ય શોધવા માટે એસઆઈ વિવેક કટિબદ્ઘ છે.
છ કલાક તેત્રીસ મિનિટની અને આન્ડે્ર લૂઈસ લિખિત નિર્દેશીત વધાંધિ : ધ ફેબલ ઓફ વેલોની વેબસિરિઝ એટલી સચોટ રીતે લખાઈ અને નિર્દેશીત થઈ છે કે તેના આઠે આઠ એપિસોડ દરમિયાન તમે કરેલી ધારણા, અનુમાન, માન્યતા (રાશોમાન ઈફેકટ) આઠે આઠ વખત ખોટી પડેછે. સિરિઝના અંતમાં જયારે વેલોનીની હત્યાનું કારણ સ્પષ્ટ થાય છે ત્યારે આપણને પણ સમજાઈ છે કે કેવી સરળતા અને નિર્દોષતાથી આપણે વ્યક્તિના ચરિત્ર કે કરેલી ચેષ્ટા પર આપણને મનગમતો રંગપિછોડો (યા કાદવ) મારતાં હોઈએ છીએ અને તેને જ પંપાળતા રહીએ છીએ. વેધાંધિ : ધ ફેબલ ઓફ વેલોની મૂળ તામિલ ભાષામાં બની છે પણ તેને હિન્દી સહિતની ભાષાઓમાં ડબ કરીને એમેઝોન-પ્રાઈમ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. સ્ટ્રીમ થયાના એક જ મહિનામાં આઈએમડીબી પર દશમાંથી સાડા આઠ સ્ટાર મેળવનારી વેલોનીની આ કથામાં ટાઈટલ રોલ અભિનેત્રી સંજનાએ ભજવ્યો છે અને તેણે વેલોનીની માસુમિયત, અકળામણ, ટીનએજનો ઉછાળ તેમજ તેની આસપાસ રચાતું રહસ્યનું જાળું બખુબીથી બયાન ર્ક્યું છે. આમ તો આ વેબસિરિઝમાં નાનામોટા બેયાંસી આર્ટિસ્ટે કામ ર્ક્યું છે પણ એસઆઈ વિવેક (એસ. જે. સૂર્યા), વેલોનીની માતા રૂબી (લૈલા) અને નોવેલિસ્ટ કી. સુબ્રહમણ્ય (નાસિર) ખાસ નોંધનીય છે પણ હત્યા પછીની તપાસમાં ખૂલતાં જતાં દરેક કિરદાર પણ એક અલગ પ્રભાવ છોડી જાય છે, એ સ્વીકારવું પડશે. ક્ધયાકુમારી, તેના વિન્ડફાર્મ, ગાઢ જંગલ વગેરેને દર્શાવતી ફોટોગ્રાફીથી લઈને બેકગ્રાઉન્ડ સ્કોર પણ વાતાવરણ અને કુતૂહલને વળ ચડાવે તેવા છે. ટૂંકમાં કહીએ તો વધાંધિ : ધ ફેબલ ઓફ વેલોની ચીપકાવી રાખીને તમને એન્ટરટેઈન તો કરે છે જ છે, સાથોસાથ એ આપણને રાશોમાન ઈફેકટ નો પરચો ય આપે છે. જો કે સુધરે નહીં, એ માણસમાત્રની પ્રકૃતિ છે.
- Advertisement -
છ કલાક તેત્રીસ મિનિટની અને આન્ડે્ર લૂઈસ લિખિત નિર્દેશીત વધાંધિ : ધ ફેબલ ઓફ વેલોની વેબસિરિઝ એટલી સચોટ રીતે લખાઈ અને નિર્દેશીત થઈ છે કે તેના આઠે આઠ એપિસોડ દરમિયાન તમે કરેલી ધારણા, અનુમાન, માન્યતા (રાશોમાન ઈફેકટ) આઠે આઠ વખત ખોટી પડે છે
બ્લર: મને અંધારા બોલાવે…
- Advertisement -
કાલ્પનિક વાર્તાઓમાં કેટલીક ગળે ન ઉતરતી વાતો સ્વીકારી લો તો એ આપણા માટે હાનીકારક ઓછું, મનોરંજક વધુ બની જાય છે અને તેનો પૂરાવો મનમોહન દેસાઈની લગભગ તમામ ફિલ્મો રહી છે. મૂળ સ્પેનિશ ફિલ્મ જૂલિયાસ આઈ પરથી બનેલી તાપસી પન્નુની ફિલ્મ બ્લરને પણ આ તથ્ય લાગુ પડે છે. ગાયત્રી અને ગૌતમી નામની જોડિયાં બહેનોને બિમારી પણ એક સરખી લાગુ પડે છે. બન્ને પોતાની આંખનું વિઝન ધીમે ધીમે ગૂમાવી રહી છે.બસ, આ એક મુે માનસિક સમાધાન કરી લો તો બ્લર એક મજેદાર ડાર્ક થ્રિલર ફિલ્મ સાબિત થાય છે.
હિલ સ્ટેશન પર એક રહેતી ષ્ટિહીન ગાયત્રીને આઈ ડોનરની રાહ છેપણ અચાનક એક રાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લે છે. શહેરમાં રહેતી ગાયત્રીની જુડવા સિસ્ટર ગૌતમીને ડાઉટ જાય છે અને એ પતિ નીલ (ગુલશન દેવૈયા) સાથે બહેનના ઘરે પહોંચે છે પણ લોકલ પોલીસ ગાયત્રીના સ્યૂસાઈડને અવસાદ (ડિપ્રેશન) અને અકાળે આવેલા અંધાપાનું ફસ્ટ્રેશન સમજીને કેસ આટોપી લે છે પરંતુ…
ગૌતમી (તાપસી પન્નુ) ને ખાત્રી છે કે ગાયત્રી (તાપસી પન્નુ) આપઘાત કરે એવા નબળા મનોબળની નહોતી. તે ગૌતમીના આપઘાત પાછળનું પગેરું શોધવાનું શરૂ કરે છે. ડગલેને પગલે તેને લાગે છ ેકે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. કમનસીબી એ છે કે બહેનના આપઘાત પાછળનું કારણ જાણવા મથતી ગૌતમીની આંખનું વિઝન પણ ધીમે ધીમે અંધારાને બોલાવી રહ્યું છે. લોકલ પોલીસ, પતિ નીલ, ગાયત્રીની પડોશી રાધા સોલંકી (કૃતિકા દેસાઈ), વેલનેસ કેર સેન્ટર, હોટેલના કેર ટેકર (એસ. એમ઼ ઝહીર) સહિત…અનેક લોકો ગૌતમી સાથે ભેદી રીતે વર્તે છે અને એક તબક્કે તો ગૌતમીનો પતિ પણ ગાયબ થઈ જાય છે. ગૌતમી પોતાની આંખનું વિઝન તન ગુમાવી ચૂકી છે પરંતુ…
આખરે રહસ્ય પરથી પરદો ઊંચકાઈ છે અને અજય બહેલ દિગ્દર્શીત બ્લર (રાઈટર : પવન સોની – અજય બહેલ) તમને એક ડિફરન્ટ અનુભવમાંથી મુક્ત કરે છે. ફિલ્મના નામ મુજબ ઈફેકટ આપવા માટે મોટાભાગની ફિલ્મ રાતના આછાં અજવાળાં અને ઘેરા અંધકારમાં શૂટ થઈ છે. ક્યાંક એ ઢિલી પડે છે અને અંત થોડો લાંબો લાગે છે. બેશક, તેનો વિષય જ એવો છે કે થિયેટરમાં એ ઓડિયન્સને બહુ ખેંચી શકી નહોત, એટલે જ આ ફિલ્મને ડાયરેકટ ઝી ફાઈવ નામના ઓટીટી પ્લેટફોર્મ પર જ સ્ટ્રીમ કરવામાં આવી છે. ફિલ્મોના રસિયાઓ માટે બ્લર એક નવો એક્સપિરીયન્સ સાબિત થશે, એટલું નક્કી.