રાજય સરકાર પાસે વૅક્સિનની ઉપલબ્ધતા ઝીરો
કંપનીઓએ પ્રોડક્શન ઓછું કરવાના કારણે તંગીની સ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજયમાં અને દેશમાં સતત કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સમયે કોરોના વેક્સીનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના સરકારી દવાખાનાઓમાં એકપણ વેક્સિનનો ડોઝ ન હોવાનું સામે આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્ય સરકાર પાસે વેક્સીનની ઉપલબ્ધતા ઝીરો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે 2 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે. રાજ્ય સરકારની માંગણીના આધારે કેન્દ્રએ જણાવ્યું છે કે વેક્સિનની ઉપલબ્ધતાના આધારે રાજ્યને વેક્સિનના ડોઝની ફાળવણી કરાશે. આ સિવાય કોરોનાની સ્થિતિ હળવી થતા રાજ્ય સરકારને કેન્દ્ર પાસેથી વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યો નથી. વેક્સિનનો ઉત્પાદન કરતી કંપનીઓએ પણ પ્રોડક્શન ઓછું કર્યું હોવાના કારણે તંગીની સ્થિતિ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાના નવા 231 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 68 કેસ આવ્યા છે. તેમાં વડોદરામાં 29, સુરતમાં 27 કેસ તથા રાજકોટમાં 23, સાબરકાંઠામાં 14 કેસ સાથે ભરૂચમાં 13, મોરબીમાં 11 કેસ સહિત ગાંધીનગરમાં 12, વલસાડમાં 6 કેસ નોંધાયા છે. તેમજ અમરેલી અને આણંદમાં 5 – 5 કેસ સામે આવ્યા છે.ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવતા ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 231 કેસ નોંધાયા છે. જેની સામે 349 દર્દીઓ સાજા થયા છે અને હાલ દસ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. તથા રાજ્યમાં કોરોનાના કુલ 2214 એક્ટિવ કેસ છે. જેમાંથી 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2204 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,69,839 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11055 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજકોટમાં વેક્સિનનો સ્ટોક ખલાસ
- Advertisement -
માત્ર 22% લોકોને જ ત્રીજો ડોઝ મળ્યો
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સોમવારે 19 કેસ નોંધાયા છે. જેની સામે 19 દર્દીએ કોરોનને મ્હાત આપતા રિપોર્ટ નેગેટિવ આવતા ડિસચાર્જ થયા છે. આ સાથે રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 140 પહોંચી ચુક્યો છે જેમાં 138 દર્દી હોમ આઇસોલેટ છે જયારે 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે વધતા સંક્રમણ વચ્ચે રાજકોટ શહેરમાં હાલમાં વેક્સિનનો એક પણ ડોઝ ઉપલબ્ધ નથી. સરકાર પાસે વેક્સિનના જથ્થાની માંગ કરવામાં આવી છે વેક્સિન આવ્યા બાદ વેક્સિનેશન ફરી શરૂ કરવામાં આવશે. આ અંગે છખઈના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ જણાવ્યુ હતું કે, રાજકોટ શહેરમાં હાલમાં વેક્સિનનો એક પણ ડોઝ ઉપલબ્ધ નથી. સરકાર પાસે વેક્સિનના જથ્થાની માંગ કરવામાં આવી છે વેક્સિન આવ્યા બાદ વેક્સિનેશન ફરી શરૂ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં પ્રથમ ડોઝનું વેક્સિનેશન 100% જ્યારે બીજા ડોઝનું વેક્સિનેશન 92% અને ત્રીજા ડોઝનું વેક્સિનેશન 22 % થયું છે. જેમાં પ્રિકોશન ડોઝમાં કુલ 2,85,184 લોકોને કોવિશીલ્ડ, જ્યારે 11,536 લોકોને કોવેક્સિન રસી આપવામાં આવી છે. આમ કુલ 3,18,345 લોકોએ પ્રિકોશન ડોઝ લીધા હોવાનું મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.