સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન
ગુજરાત રાજયના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ગુજરાતના લોકોના આરોગ્યની સુખાકારી માટે સમગ્ર ગુજરાતમાં વિનામૂલ્યે કોરોના વેકસીનેશન આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે અને હાલ સમગ્ર રાજયમાં અંદાજીત 1200 થી વધુ કેન્દ્રો પર વેકસીનેશનનું કાર્ય થઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પણ યુનિવર્સિટીનો કોઈપણ વિદ્યાર્થી વેકસીન લેવામાં બાકી ન રહે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ વેકસીન પ્રાપ્ત કરે એ માટે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ વેકસીનેશન ડ્રાઈવ કાર્યરત છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ભવનોના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ માટે આવતીકાલ તા. 25 ના રોજ સવારે 9:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આરોગ્ય કેન્દ્રમાં અંદાજે 200 થી વધુ માટે કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન ડ્રાઈવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેલ છે.