કુલ 350થી પણ વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
વી.વી.પી. સ્પોર્ટસ ફેસ્ટીવલ ‘સ્પીરીટ ઈન્ડોર-ર0ર4’ માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉત્સાહ વધારવા માટે વી.વી.પી.ના ટ્રસ્ટીશ્રી ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવીનભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. નરેન્દ્રભાઈ દવેએ જણાવ્યું હતુ કે ” સાથે જ ગણતર અતિ આવશ્યક છે” ગણતર માટે વિવિધ સકારાત્મક પ્રવૃતીઓમાં વિદ્યાર્થીઓએ જોડાવવુ જોઈએ, એમાની એક પ્રવૃતી એટલે સ્પોર્ટસ, વી.વી.પી. મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે જેના ફળ સ્વરૂપે વી.વી.પી.માંથી સારા ખેલાડીઓ પણ દર વર્ષે બહાર નીકળે છે. સાથે જ ઈન્ડોર ગેમ્સમાં ભાગ લઈ રહેલાં 3પ0થી પણ વધુ વિદ્યાર્થીઓને તેમણે ભાગ લેવા બદલ અભિનંદન પાવ્યા હતાં.
- Advertisement -
વી.વી.પી.સ્પોર્ટસ ફેસ્ટીવલ ” ઈન્ડોર-ર0ર4” માંચેસ, કેરમ, બેડમિન્ટન અને ટેબલ ટેનીસની જે ચાર રમતો રમાઈ તેના વિજેતાઓના નામ આ મુજબ છે: ચેસ(ગર્લ્સ): ચેમ્પીયન હુતીકા સોનૈયા(આઈ.ટી.), રનર્સઅપ હાર્દિ જોષી (કોમ્પ્યુટર), ચેસ(બોયઝ): ચેમ્પીયન હારીત આસરા(ઈ.સી.), રનર્સઅપ સફીન શૈખ(કોમ્પ્યુટર), કેરમ (ગલ્ર્સ): ચેમ્પીયન વૈભવી જાની(આઈ.ટી.), રનર્સઅપ હેત્વી ભાલોડીયા(આઈ.ટી.)કેરમ (બોયઝ): ચેમ્પીયન ગુલવાણી યુગ(કોમ્પ્યુટર),રનર્સઅપ માનવ વિજય(આઈ.ટી.), ટેબલ ટેનીસ(ગર્લ્સ): ચેમ્પીયન અદિતી સોની(બી.ટી.), રનર્સઅપ વિવા કોઠારી(કોમ્પ્યુટર), ટેબલ ટેનીસ (બોયઝ): ચેમ્પીયન મીત ઉદ્દેશી(આઈ.ટી.), રનર્સઅપ ધ્યેય પીઠડીયા(કોમ્પ્યુટર) બેટમીન્ટન (ગલ્ર્સ): ચેમ્પીયન જીનાલી વોરા(કોમ્પ્યુટર) રનર્સઅપ ક્રિશા લોઢીયા(ઈલેકટ્રીકલ), બેડમીન્ટન (બોયઝ): ચેમ્પીયન પ્રિત પંડયા (કોમ્પ્યુટર), રનર્સઅપ વેદાંત બદ્રકીયા(કોમ્પ્યુટર). આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઇ મણીઆર, ડો.નરેન્દ્રભાઈ દવે, ડો. નવીનભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી હતી