ACમાં ડ્રાય મોડ ઉપલ્બધ હોય છે. તેને એક્ટિવ કરવાથી તમારી ઇલેક્ટ્રિસિટી બચશે. જાણો શું છે આ મોડનાં અન્ય ફાયદા.
દેશભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. પરંતુ આ સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતાં લોકો પોતાના ઘર-ઓફિસમાં ACમાં બેસવાનું વધુ પસંદ કરે છે. ત્યારે એર કંડીશનરમાં એક ખાસ મોડ હોય છે જેનું નામ છે DRY MODE. આ મોડને એક્ટિવ કરવાથી તમને અનેક ફાયદાઓ થઈ શકે છે.
- Advertisement -
1. ઈલેક્ટ્રિસિટીની બચત
ACમાં આ ડ્રાય મોડ એક્ટિવ કરવાતી તમારાં રૂમનું ટેમ્પ્રેચર તો કંટ્રોલમાં આવશે જ આ સાથે તમારી વીજળીની પણ બચત થશે. એટલે આ મોડ ઓન કરવાથી તમારા ઈલેક્ટ્રિસિટીનાં બિલમાં ફાયદો થઈ શકે છે.
2. ભેજવાળા વાતાવરણમાં ડ્રાય મોડ કરવો જોઈએ
વરસાદનાં સમયે તમારી આસપાસ ભેજનું પ્રમાણ વધી જતું હોય છે. ACમાં રહેલ ડ્રાય મોડ તમારા રૂમમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટાડે છે અને વાતાવરણમાં ઠંડક પણ ફેલાવે છે. માર્કેટમાં કેટલાક સ્પ્લિટ એર કંડીશનરમાં લેટેસ્ટ ડ્રાય મોડ આપવામાં આવે છે જેને રિમોટની મદદથી એક્ટિવ કરી શકાય છે. ડ્રાય મોડ ચાલુ કરવાથી તમારા રૂમમાંથી ભેજ દૂર થશે અને તમે ઠંડકનો પણ અનુભવ કરી શકશો.
3. એરને ફિલ્ટર કરે છે
ડ્રાય મોડમાં એર કંડીશનર તમારા રૂમની એરને ફિલ્ટર કરે છે અને હવામાં આવેલી દુર્ગંધને પણ દૂર કરે છે. એટલું જ નહીં ડ્રાય મોડ એક્ટિવ કરવાથી રૂમમાં હાજર ચીકણપણું પણ દૂર કરી શકાય છે. આ માટે તમારા AC માં થર્મોસ્ટેટ સેટિંગ્સમાં ફેરફાર કરવા પડશે.