વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સચિવ જૈક સુલિવન અને તેમના ચાઇનીઝ સમકક્ષ વાંગ વી ની વચ્ચે થઆઇલેન્ડમાં એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. આ બેઠક 12 કલાક લાંબી ચાલી અને જેમાં કેટલાય મહત્વપૂર્ણ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તે દરમ્યાન તેમણે જણાવ્યું કે, બંન્ને અધિકારીઓની વચ્ચે અઠવાડિયામાં બેઠક થઇ અને 12 કલાક લાંબી ચાલી હતી.
અરબ દુનિયા, રશિયા-યુક્રેનની પરિસ્થિતિ પર ચર્ચા થઇ
જોન કિર્બીએ જણાવ્યું કે, સુલિવન અને ડાયરેક્ટર વાંગ યીએ નવેમ્બરમાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે થયેલી બેઠકમાં જે મુદા પર વાતચીત થઇ, તેમની પ્રગતિ પર ચર્ચા કરવામાં આવી. સાથે જ સેનાના સેના સાથેના કોમ્યુનિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સેફ્ટી અને ખતરો અને કાઉન્ટર નારકોટિક્સ પર દ્વિપક્ષીય સહયોગની વાતચીત થઇ. અમેરિકા અને ચીનની વચ્ચે નારકોટિક્સના મુદા પર વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું. સાથે જ બંન્ને દેશોની વચ્ચે કેટલાય વૈશ્વિક અને ક્ષેત્રીય મુદા પર પણ વાતચીત થઇ, જેમાં રશિયા- યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયાની વણસતી પરિસ્થિતિ, ઉત્તર કોરિયા, દક્ષિણ ચીન, સાગર અને મ્યાનમાર જેવા મુદા મુખ્ય છે.
- Advertisement -
નાટોએ અમેરિકાને ચેતવણી આપી
અમેરિકા અને ચીનના વધતા સંબંધોની વચ્ચે નાટોના મહાસચિવ સ્ટોલ્ટેનબર્ગં ચેતવણી આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની સાથે એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન તેમણે કહ્યું કે, અમેરિકા અને તેમના બીજા સભ્ય દેશોએ ચીનની સાથે વાતચીત કરી રહ્યું છે, જે સારી વાત છે, પરંતુ સાથે જ અમે આ વાતનું ધ્યાન રાખીએ છીએ કે ચીન ઝડપથી પોતાની સેનાની તાકાત દેખાડી રહ્યું છે. આ સિવાય તેઓ યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાથી વધારે નજીક છે અને ચીન, રશિયાને સતત મદદરૂપ બની રહ્યું છે.
તેમણે કહ્યું કે, ચીનની અર્થવ્યવસ્થઆનો આકાર અને વધતી સેનાની તાકાત નાટો અને તેમના સભ્યો માટે પડકારરૂપ છે. સાથે જ આ અમેરિકા માટે પણ મોટો પડકાર છે. અમેરિકા, નાટોનો સૌથી મોટો સહયોગી છે, પરંતુ અમેરિકાએ પણ નાટોથી ઘણો ફાયદો મળી શકે છે અને નાટોની સામે રશિયા અને ચીન ટકી શકે નહીં. દુનિયાની અર્થવ્યવસ્થામાં અમેરિકાની જીડીપી 25 ટકા છે, પરંતુ નાટોની સાથે અમે કુલ વૈશ્વિક જીડીપીમાં 50 ટકા ભાગીદારી રાખી છે. સાથે જ દુનિયાની કુલ સૈનાની તાકાતનો અડધો ભાગ નાટોની પાસે છે.
- Advertisement -
નાટોના મહાસચિવે કહ્યું કે, એવામાં અમેરિકાએ ચીનની સાથે એકલા વાતચીત કરવાનું કોઇ કારણ નથી. અમે સાથે જ ઘણા મજબૂત છીએ, અને અમેરિકા માટે નાટોની સાથે રહેવાનું લધારે ફાયદાકારક છે. આજે દુનિયા ઘણી ખતરનાક થઇ ગઇ છે અને આ સમયે નાટોની ભૂમિકા વધારે મહત્વની છે.