જો ભારત ‘રસ’ ધરાવતુ હોય તો ઈન્ડો-પેસીફીક ક્ષેત્રમાં નાટો અને તેના સહયોગી રાષ્ટ્રો વધુ નજીક આવી શકે છે: સંદેશ મોકલાઈ પણ ગયો છે: નાટો ખાતેના અમેરિકી પ્રતિનિધિનું વિધાન
ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા લશ્કરી તથા રાજદ્વારી સંબંધોમાં હવે અમેરિકાએ ભારતને નોર્થ એટલાંટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં સામેલ કરવાની તૈયારી બનાવી છે.
- Advertisement -
‘નાટો’ ખાતેના અમેરિકાના કાયમી પ્રતિનિધિ જુલીયન સ્મિથ એ એક રસપ્રદ વિધાનમાં જણાવ્યું કે જો ભારત રસ લેતું હોય તો અમેરિકા સહિત ‘નાટો’ દેશમાં ભારત સાથે વધુ સહયોગ માટે તૈયાર છે. સ્મિથનું આ નિવેદન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે ભારતે વૈશ્વિક સ્તરે રશિયા-અમેરિકાની ધરી અને હવે તેમાં ઉમેરાયેલી ચીન આ તમામમાં તટસ્થ ભૂમિકા બનાવી રાખી છે.
શ્રી સ્મિથે જો કે કહ્યું કે, અમેરિકા અને ભારત સાથે સાથે ઈન્ડોપેસીફીક ક્ષેત્રમાં અન્ય દેશો સાથે પણ નાટો ખાસ સંબંધ બનાવી રાખવા માંગે છે જેનો હેતુ ઈન્ડોપેસીફીક ક્ષેત્રને ખુલ્લો અને સ્વતંત્ર રાખવાનો છે અને નાટો સમાન વિચારધારા દેશો સાથે સહયોગ કરવા આતુર છે. અમો અગાઉથી 40 ભાગીદાર છે. અમોએ અગાઉ જ સંદેશ પહોચાડી દીધો છે અને સંદેશ એ છે કે ભારત જો આગળ વધવામાં રસ ધરાવતું હોય તો નાટો સંગઠન પણ વધુ સહયોગ માટે તૈયાર છે.
તેઓને યુક્રેન યુદ્ધમાં ભારતે જે ભૂમિકા ભજવી તેની પણ પ્રશંસા કરી હતી. ખાસ કરીને યુક્રેનને અપાયેલી માનવીય મદદ ખૂબજ મહત્વપૂર્ણ સાબીત થઈ છે. તંત્રે નાટોના અમેરિકી પ્રતિનિધિએ જણાવ્યું હતું તથા યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં ભારત પ્રયાસો કરી રહ્યું છે તેની પણ પ્રશંસા કરી હતી.
- Advertisement -