અમેરિકામાં એક પ્લેન રોડ પર જ લેન્ડ થઈ ગયું હતું. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા
વિક્ટોરિયા પોલીસ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પોલીસ ચીફ એલિન મોયાએ જણાવ્યું હતું કે, ‘અમને રાહત છે કે, પરિસ્થિતિ વધુ ખરાબ નથી થઈ. આ એવું નથી જે આપણે દરરોજ જોઈએ છીએ. અમને આનંદ છે કે લોકો ઠીક છે.’ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત સ્થિર છે, એક વ્યક્તિની હાલત ગંભીર છે.
- Advertisement -
એક સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ અનુસાર ટ્વીન એન્જિન પાઇપર PA-31 એરક્રાફ્ટ હતું. દુર્ઘટના સમયે પ્લેનમાં માત્ર પાયલટ જ હતો. વિક્ટોરિયા પોલીસ વિભાગ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ તપાસ શરૂ કરી છે. પ્લેન બુધવારે સવારે 9:52 વાગ્યે વિક્ટોરિયા સ્થાનિક એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને દુર્ઘટના પહેલા લગભગ પાંચ કલાક હવામાં ઉડાન ભરી હતી.