કમલા હેરિસની ઓફિસ પર એક મહિનામાં બીજી વખત હુમલો થયો છે. અગાઉ પણ એરિઝોનાના ટેમ્પ શહેરમાં ચૂંટણી પ્રચાર કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરે પેલેટ ગનનો ઉપયોગ કરીને ઓફિસની આગળની બારીઓ પર ગોળીઓ છોડવામાં આવી હતી.
અમેરિકાના એરિઝોના રાજ્યમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસના ચૂંટણી પ્રચાર કાર્યાલય પર ફાયરિંગ થયું હતું. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ડાઉનટાઉન ટેમ્પમાં ઓફિસને નિશાન બનાવવામાં આવી છે. ઓફિસની આગળની બારીઓ પર પેલેટ ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મંગળવારે એનબીસી ન્યૂઝને આપેલા નિવેદનમાં, ટેમ્પે પોલીસે જણાવ્યું હતું કે, “આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી, જેના પરિણામે ડેમોક્રેટિક નેશનલ કમિટીના કાર્યાલયમાં ‘શૂટીંગ નુકસાન’ થયું હતું. જો કે, ત્યાં કોઈ ઘાયલ થયાના અહેવાલ નથી.”
- Advertisement -
ટેમ્પ પોલીસના જાહેર માહિતી અધિકારી સાર્જન્ટ રાયન કૂકે જણાવ્યું હતું કે, “ઘટના સમયે ઓફિસ સંકુલની અંદર કોઈ નહોતું, પરંતુ તાજેતરના હુમલાએ તે બિલ્ડિંગમાં કામ કરતા લોકો તેમજ તેની નજીકના લોકો પણ ચિંતામાં મૂક્યા છે,” ધ ન્યૂ યોર્ક પોસ્ટ “રહેવાસીઓની સલામતી અંગે ચિંતા છે.”
સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા
સ્થાનિક ટીવી સ્ટેશનોએ ફૂટેજ બતાવ્યું જેમાં ઓફિસના એક દરવાજામાં અને બે બારીઓમાં બે બુલેટ હોલ દેખાય છે. હાલમાં, ઘટનાની તપાસ હજુ પણ ચાલી રહી છે, જેમાં તપાસકર્તાઓ ગુનાના સ્થળેથી એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓની તપાસ કરી રહ્યા છે. પોલીસે એમ પણ કહ્યું કે ઓફિસના કર્મચારીઓ તેમજ વિસ્તારના અન્ય લોકો માટે વધારાના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.
અહેવાલ અનુસાર, ઘટનાની પુષ્ટિ કરતા, એરિઝોના ડેમોક્રેટિક પાર્ટીના ચીફ યોલાન્ડા બેજારાનોએ એક નિવેદનમાં કહ્યું, “તે અત્યંત દુઃખદ છે કે એરિઝોના ડેમોક્રેટિક પાર્ટી હિંસાનું નિશાન બની ગઈ છે.” તેમણે કહ્યું કે અમે કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી આ ખતરાને ગંભીરતાથી લેવામાં આવે અને અમારા કર્મચારીઓ નોકરી પર હોય ત્યારે સુરક્ષિત રહે.
- Advertisement -
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર શરૂ થયા બાદ ગોળીબાર અને હિંસાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ એકથી વધુ વખત હુમલો કરવામાં આવ્યો હતો. ફાયરિંગ દરમિયાન તેને કાનમાં પણ ઈજા થઈ હતી.