ISIS-K સામે લડવા માટે તાલિબાન સાથે સહયોગ કરવાનું અમેરિકા ચાલુ રાખી શકે છે:
અમેરિકાએ અફઘાનિસ્તાન છોડતાની સાથે જ તાલિબાનોએ તેની ઉજવણી કરી અને યુદ્ધના અંતને પશ્ચિમી દેશોની હાર ગણાવી હતી. હવે આ સંગઠનના આગમન સાથે ઘણા આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનમાં ફરી એકવાર માથું ઉંચું કરી રહ્યા છે, જેમાં વૈશ્વિક આતંકવાદી સંગઠન ISIS પણ છે.
અહીં તેની એક શાખા છે જેનું નામ ISIS-K છે. જેમણે ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 169 અફઘાન ઉપરાંત 13 યુએસ સૈનિકો પણ માર્યા ગયા હતા. હવે અમેરિકા આ સંગઠન સામે લડવા માટે તાલિબાન સાથે સહયોગ ચાલુ રાખવાનું વિચારી રહ્યું છે.
- Advertisement -
પેન્ટાગોન (યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું મુખ્ય મથક) ના બે વરિષ્ઠ અધિકારીઓએ પણ આ સહયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંરક્ષણ મંત્રી લોઈડ જે. ઓસ્ટિને કહ્યું, ‘અમે તાલિબાન સાથે ખૂબ જ નાના મુદ્દાઓ પર કામ કરી રહ્યા હતા.’ જ્યારે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ માર્ક એ. મિલીએ કહ્યું ‘તે એક ક્રૂર સંગઠન છે. તેઓ અફઘાનિસ્તાનમાં સૈનિકોની કમાન સંભાળતા હતા. “તેઓ (તાલિબાનો) બદલાય છે કે નહીં તે હજી જોવાનું બાકી છે, યુદ્ધમાં તમે તે જ કરો જે તમારે કરવું જોઈએ.”
શું અમેરિકા તાલિબાનને સહકાર આપશે?
જ્યારે જનરલ મિલીને પૂછવામાં આવ્યું કે શું અમેરિકી સૈન્ય ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન સામે લડવા માટે તાલિબાન સાથે જોડાણ કરશે? આ માટે, તેમણે કહ્યું, ‘તે શક્ય છે.’ મિલીએ રવિવારે એરફોર્સના ડ્રોન હુમલાનો પણ બચાવ કર્યો હતો. જેના વિશે સેનાનું કહેવું છે કે, તેમાં વિસ્ફોટકોથી ભરેલી એક કારનો નાશ કરવામાં આવ્યો છે. જે એરપોર્ટ પર ચાલી રહેલી ખાલી કરાવવાની કામગીરી માટે ખતરો હતો. અમેરિકાના આ હુમલામાં સાત બાળકો સહિત 10 અફઘાન નાગરિકોના મોત થયા હોવાના અહેવાલો છે.
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 20 વર્ષ જૂના અફઘાન યુદ્ધને સમાપ્ત કરવા માટે પોતાના સૈનિકોને પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જે બાદ અમેરિકા અને તેના સાથીઓએ પોતાના સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કર્યું. આ ખાલી કરાવવાની કામગીરી વચ્ચે તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.
આ દિવસે અફઘાનિસ્તાનની સરકાર પડી અને અશરફ ગની, જે રાષ્ટ્રપતિ હતા દેશ છોડીને ભાગી ગયા. બાદમાં અમેરિકાએ આ માટે અફઘાન સેનાને જવાબદાર ગણાવી. બાઈડને કહ્યું કે, તેઓ પોતાના દેશની આગામી પેઢિઓને આ દેશમાં મરવા માટે મોકલી શકતા નથી.