એક હોસ્પિટલમાં બેડ ન મળતા બીજી હોસ્પિટલે જતી વખતે મહિલાનું મોત થતા સ્વાસ્થ્ય મંત્રીની થઈ ટીકા
આપણે ત્યાં જાહેર સેવાઓ ખામી ભરેલી હોય છે તેમ છતાં મંત્રીઓ રાજીનામું નથી આપતા હોતા ત્યારે પોર્ટુગલમાં એક ભારતીય મહિલા ગર્ભવતી પર્યટકને એક હોસ્પીટલથી બીજી હોસ્પિટલે લઈ જતી વખતે મૃત્યુ થતા ત્યાંના સ્વાસ્થ્ય મંત્રીની ટિકા થતા સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામુ આપી દેવું પડયું હતું.
- Advertisement -
આ અંગેની વિગત એવી છે કે પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં 34 વર્ષની ગર્ભવતી ભારતીય મહિલા પર્યટકને એક હોસ્પીટલથી બીજી હોસ્પીટલે લઈ જતી વખતે હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત થઈ ગયું હતું. એક હોસ્પીટલમાં બેડ ન હોવાથી મહિલાને બીજી હોસ્પીટલે લઈ જવાની હતી, તે દરમિયાન તેનું મોત થયું હતું. જેને લઈને ટિકા થતા ઘટનાના કેટલાક કલાકોમાં જ પોર્ટુગલની સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડોએ રાજીનામુ આપી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલોમાં ડોકટરોની ઘટ, ઈમરજન્સી કાર સર્વિસ બંધ કરવા અને ગર્ભવતી મહિલાઓ માટે ઉચિત સુવિધા ન હોવા મામલે સ્વાસ્થ્ય મંત્રી ટેમિડોની કડક ટિકા થતી હતી. આ કારણે તેણે રાજીનામુ આપવાનો ફેસલો કર્યો હતો.ઉલ્લેખનીય છે કે ટેમિડો સરકારની લોકપ્રિય સભ્ય હતી. 2018માં તે સ્વાસ્થ્ય મંત્રી બની હતી અને ત્યારે કોરોના કેસો પર કાબુ મેળવવા માટે તે ઘણી સફળ થઈ હતી પણ હાલની અવ્યવસ્થાઓના કારણે તેના પર દબાણ ઘણુ વધી ગયું હતું.