આંધ્રપ્રદેશની ચાર છાત્રાઓ એક જ રૂમમાં રહેતી હતી: કુવાડવા પોલીસનો સ્ટાફ દોડી ગયો: વાલીઓને બોલાવ્યા બાદ થશે કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલ મારવાડી યુનીવર્સીટીમાં ગઈકાલે ફૂટબોલ ગ્રાઉન્ડમાં નાઇજીરીયન યુવકને અજાણ્યા છાત્રએ માર મારતા સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો ત્યાં આજે સમી સાંજે આંધ્રપ્રદેશની સગીર છાત્રાનો ન્હાતી વેળાનો રૂમ મેટ વિદ્યાર્થીનીએ વિડીયો ઉતાર્યાની શંકાએ હોબાળો મચી જતા પોલીસ કાફ્લો દોડી ગયો હતો જો કે મોબાઈલમાંથી કોઈ વિડીયો મળ્યો ન હોય સંચાલકોએ તેમના વાલીઓને જાણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ આંધ્રપ્રદેશની અને હાલ મારવાડી યુનીવર્સીટીની હોસ્ટેલમાં અન્ય ત્રણ રૂમ મેટ સાથે રહી એન્જીનીયરીંગનો અભ્યાસ કરતી સગીર છાત્રાએ તેના રૂમમાં રહેતી અન્ય વિદ્યાર્થીનીએ પોતે ન્હાતી હોય તેવો વિડીયો મોબાઈલમાં ઉતારી અન્યને ફોરવર્ડ કર્યો હોવાનો આક્ષેપ કરતા સંચાલકો દોડી ગયા હતા સૂત્રોએ જણાવ્યું હતું કે જેની સામે આક્ષેપ કરાયો હતો તેનો મોબાઈલ ચેક કરતા કોઈ વિડીયો મળી આવ્યો ન હતો બંને માઈનોર હોય બંનેના વાલીઓને પણ જાણ કરી દીધી હતી વાલીઓ બે દિવસ પછી રાજકોટ પહોચશે અને ત્યાર બાદ કાઉન્સલીંગ કરવામાં આવશે બીજી તરફ આક્ષેપ કરનાર છાત્રાને ન્યાય નહી મળે તેવી શંકાએ તેણે પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. બનાવને પગલે કેમ્પસમાં મોટી સંખ્યામાં છાત્રોના ટોળા ઉમટી પડ્યા હતા બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે બંને પક્ષની છાત્રાઓને પોલીસ સ્ટેશન બોલાવી પુછતાછ કરવામાં આવી હતી બંને સગીર છે મોડી રાત્રે બધાને જવા દીધા છે તેમના વાલીઓ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે આક્ષેપ મુજબની કોઈ હકીકત જણાશે તો ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.