ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કોમી એકતા ના પ્રતીક સમાન ઉપલા દાતારની જગ્યા ખાતે આગામી તા.6 થી 9 ઓકટોબર સુધી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. તેમ જગ્યાના મહંત ભીમબાપુએ જણાવ્યું હતું કે,તા.6 ના રોજ દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ કરવામાં આવશે. દાતાર બાપુના અમૂલ્ય આભૂષણ વર્ષમાં એકવાર મહાપર્વ ઉર્ષના દિવસે દાતાર ભક્તો અને સેવકો માટે દર્શન કરવા રાખવામાં આવે છે.7 ઓકટોબરના રોજ આરામનો દિવસ અને 8 ઓકટોબર મહેંદી દીપમાળા યોજાશે અને 9 ઓકટોબર સુધી મહાપર્વ ઉર્ષની વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સર્વ ધર્મપ્રેમી જનતા દાતાર બાપુના ઉર્ષ ના વિવિધ પ્રસંગો માં ઉપસ્થીત રહીને મહાપ્રસાદ નો લાભ લેવા ઉપલા દાતાર ના મહંત ભીમબાપુએ નિમંત્રણ આપ્યું છે. ત્યારે ચાર દિવસ ચાલનાર મહાપર્વ ઉર્ષ પ્રસંગે પોલીસ દ્વારા પણ ચુસ્તબંદોબસ્ત રાખવામાં આવશે.પ્રતિ વર્ષ ઉર્ષના પ્રસંગમાં દાતાર ભકતો હજારોની સંખ્યામાં દાતાર બાપુના દર્શન કરવા પધારે છે.