ખાસ-ખબર સંવાદદાતા
જો તમે તમારું જૂનું વાહન વેચીને નવું વાહન લેવા માંગો છો તો તમારે માટે ખુશખબર છે. કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વાહન સ્ક્રેપીંંગ નીતિ અંતર્ગત લોકોને જુના અને પર્યાવરણને પ્રદુષિત કરતા વાહનોને છોડી દેવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ વાહન ભંગારમાં જમા કરાવવા બદલ તેના માલિકને એક સર્ટિફિકેટ આપવામાં આવશે જેના આધારે આ છૂટ મળશે. આ છૂટ ખાનગી વાહનો પર 25 ટકા અને કમર્શિયલ વાહનો પર 15 ટકા સુધી રહેશે. આ છૂટ કોમર્શિયલ વાહનો માટે આઠ વર્ષ સુધી અને ખાનગી વાહનો માટે 15 વર્ષ સુધી ઉપલબ્ધ રહેશે.