અગાઉ પણ એક જયુસ વેચનારને રૂા.7.8 કરોડની આવકવેરા નોટીસ મળી હતી
એક ફેકટરી કામદારને રૂા.11 કરોડના ટેક્ષચોરીની નોટીસ મળી હતી
- Advertisement -
મહાકુંભમાં બોટમેન એ 45 દિવસમાં રૂા.32 કરોડ કમાયા તેવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દાવા બાદ આવકવેરા વિભાગને હવે મહાકુંભમાં જંગી કમાણી કરનાર પર ‘રડાર’ ફેરવ્યુ છે તે પછી હવે લોકલ નાના-વેન્ડર પણ આઈટીની નોટીસો મળવા લાગી છે. જેમાં અલીગઢમાં એક જયુસ વેચનારને રૂા.7.8 કરોડની આવકવેરા નોટીસ મળી અને એક ફેકટરી કામદારને રૂા.11 કરોડના ટેક્ષચોરીની નોટીસ મળ્યા બાદ હવે મહીને રૂા.15000નો પગાર મેળવતા સફાઈ કામદારને પણ તેની આવક રૂા.34 કરોડ છે તેવા દાવા સાથે આઈટી વિભાગે કરચોરી બદલ નોટીસ ફટકારવામાં આવી છે.
તા.22 માર્ચના રોજ કરનકુમાર નામના આવકવેરા અધિકારીને 2019-20ના એસેસમેન્ટ વર્ષ માટે જે નોટીસ મળી તેમાં તેની આવક રૂા.33,85,85,368 હોવાનું આવકવેરા વિભાગે દર્શાવ્યુ છે. આ ભાઈને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં ખાતુ છે. જેમાં બેલેન્સ પણ થોડા સો રૂપિયાની છે. હવે તેના પાનકાર્ડનો ગેરઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે.
તે હાલ નોઈડાની એક ખાનગી કંપનીના સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે અને તેણે નોકરી સમયે તેના આધાર-પાન સહિતના દસ્તાવેજો આપ્યા હતા તો બેન્ક ખાતા માટે આપ્યા હતા. હવે આ મુદે પોલીસમાં તેણે ફરિયાદ કરી છે.