આ કાર્યક્રમમાં સંતો-મહંતો, રાજકીય- આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
અમરેલીના સાવરકુંડલા શહેરમાં આવેલ નગરપાલિકા દ્વારા જોગીદાસબાપુ ખુમાણની પૂર્ણ કદની પ્રતિમાનું નગરપાલિકા પરીસરમાં રામ કથાકાર પપૂ.મોરારી બાપુના વરદહસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરારી બાપુએ જોગીદાસબાપુની ખાનદાની,ખુમારી અને જે સમાજને અનુકરણ કરવા જેવા ગુણો હતા તેનું વર્ણન કરી સમગ્ર વિશ્વને એક નવો સંદેશ આપ્યો છે.
- Advertisement -
જોગીદાસ બાપુમાં પંચતત્વના અદભુત ગુણ હતા તે સમાજે અપનાવવા જોઈએ. કથાકાર મોરારીબાપુએ પ્રવચન દરમિયાન રાજીપો વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું સ્મૃતિ ભેટ સ્વરૂપે જોગીદાહબાપુના ફોટા વાળુ પ્રતિમાં આપી સન્માન કરાયું. તેમજ મોરારીબાપુ,વિજયબાપુ, પાળીયાદ જગ્યાના પ્રતિનિધિ ભયલુભાઇ, માનવમંદિર આશ્રમના ભકતિરામ બાપુ, ઉષામૈયા, લવજીબાપુ સહિત અનેક સાધુ સંતો સૌરાષ્ટ્રમાંથી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીનું અહીં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય જે.વી.કાકડીયા, ધારાસભ્ય જનક તળાવયા, રવુ ખુમાણ તેમજ આગેવાનો-અગ્રણીઓ સહિત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.