- કેટલાંક ભાગોમાં નુકશાનીનો આંકડો 45 ટકા સુધીનો હોવાનો અંદાજ
શિયાળાની વિદાય વેળાએ સર્જાયેલા હવામાન પલટા તથા ભારે વરસાદ, આંધી, હિમવર્ષાથી ખાસ કરીને ઉતર ભારતનાં રાજયોમાં કૃષિ પાકોને વ્યાપક નુકશાન થયુ છે. ઘઉં, રાયડો,શેરડી, ચણા જેવા કૃષિપાકને વ્યાપક નુકશાન છે. કેટલાંક ભાગોમાં તો નુકશાનીનો આંકડો 45 ટકા સુધીનો છે.
ગુજરાત જેવા રાજયોમાં પણ હળવો-મધ્યમ કમોસમી વરસાદ થયો હતો.આ હવામાન પલટાથી ઘઉં તથા રાયડાના પાકને તમામ રાજયોમાં નુકશાન થયુ હતું જયારે પશ્ચિમી ઉતર પ્રદેશમાં શેરડીના પાકને મોટો ફટકો પડયો છે. આ સિવાય બટેટા સહીત શાકભાજી તથા ફ્રુટને પણ નુકશાનીના અહેવાલ છે. જોકે, આ વાતાવરણથી સફરજનના પાકને ફાયદો થયો છે.
- Advertisement -
પ્રાથમીક અંદાજ પ્રમાણે પંજાબમાં 2 થી 5 ટકા જમીનમાં ઉભા પાકને નુકશાન થયુ છે. મુખ્યત્વે ઘઉં તથા રાયડાને નુકશાન છે. દોઢ લાખ હેકટર જમીનમાં પાકને ફટકો લાગ્યો છે.
ઉતર પ્રદેશમાં કૃષિક્ષેત્રને સાર્વત્રીક અને વ્યાપક નુકશાન છે.અનેક ભાગોમાં નુકશાનીનો અંદાજ 30 થી 40 ટકા ગણાવવામાં આવી રહ્યો છે. વરસાદ-આંધી-વેળાએ ઘઉં તથા રાયડાનાં પાક પ્રાથમીક તબકકે જ હતા અને ખેદાનમેદાન થઈ ગયા છે. 15 ટકા પાક તો સાવ ધોવાઈ ગયો છે.
ઉપરાંત શેરડીના ઉભા પાકને પણ મોટુ નુકશાન છે. પંજાબ, ઉતર પ્રદેશ ઉપરાંત હિમાચલ તથા હરીયાણામાં પણ ઘઉંના પાકને મોટુ નુકશાન ગણાવવામાં આવી રહ્યું છે. આંધી-ભારે વરસાદથી ઘઉંનો 40 ટકા પાક ખરી ગયાની આશંકા છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ શુક્ર શનિવારે અનેક ભાગોમાં કમોસમી વરસાદ થયો હતો અને તેમાં ઘઉં, ચણા,રાયડો, કેરી સહીતના પાકને વતા ઓછા પ્રમાણમાં નુકશાનીની આશંકા છે.