ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતનું વેરાવળ એટલે સી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને મત્સ્ય ઉદ્યોગનો હબ. 115 કરતા પણ વધારે માછલીના પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવતું સામ્રાજ્ય કે જ્યાંથી દેશ વિદેશમાં માછલીની નિકાસ થાય છે અને વિદેશી હુડિયામળ પ્રાપ્ત થાય છે પરંતુ હાલ આ મત્સ્ય ઉદ્યોગ બહુ જ મોટી સમસ્યા માંથી પસાર થઇ રહ્યો છે.
સીફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માંથી ઉત્પન્ન થતો 50-60% મત્સ્ય કચરો કે જે પ્રયાવરણ માટે ખૂબ જ હાનિકારક છે અને અન્ય સમસ્યા જેવી કે જિંગાઉછેર માટે વપરાતા ખોરાકનો ખર્ચ કુલ ખર્ચના 50-60% હોય છે કે જે નફા અને નુકશાનમાં અગત્યનો ભાગ ભજવે છે. હાલ દિવસે અને દિવસે ખોરાકનો ભાવ ખુબ વધી રહ્યો છે. જે જીંગા ઉછેર કરતા ખેડૂત માટે ખૂબ જ આર્થિક મંદી પ્રેરે છે. આ સમસ્યાના સમાધાન માટે કામધેનુ યુનવર્સિટી અંતર્ગત આવતી વેરાવળની ફિશરીઝ કોલેજના વડા ડો. એસ. આઈ. યુસુફઝાઈ અને ડો. પ્રફુલ આર. ટાંક ના માર્ગદર્શન હેઠળ ખઋજઈ અનુંસ્તાનકના વિદ્યાર્થી જયેશ ડી. દેવળીયાએ આ સમસ્યાના સમાધાન માટે મત્સ્યકચરા ને હાઇડ્રોલાયસેટ પ્રકિયા દ્વારા સીફૂડ પ્રોસેસિંગ વેસ્ટ હાઇડ્રોલાયસેટ નામનો ખોરાક સંશોધન દ્વારા બનાવેલ છે કે જે ખૂબ જ પોષણયુકત, પ્રયાવરણને ટકાઉ, પાચનયુક્ત અને એકદમ સસ્તા દરે વેસ્ટ ટુ વેલ્થ કોન્સેપ્ટ દ્વારા બનાવેલ છે. અને જેમાં પી. વન્નામિ જિંગાનો ખૂબ જ સારો વિકાસ અને ઋઈછ જોવા મળેલ છે. આ સંશોધન ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા માટેના સ્ટાર્ટઅપ સર્જન પ્રોગ્રામના બધાજ સ્ટેપ સફળતા પૂર્વક પાર પાડેલ છે. આ સંશોધન પ્રયાવરણ, મત્સ્ય ઉદ્યોગ અને જિંગાની ખેતી માટેના ટકાઉ વિકાસ માટે ખૂબ જ જરૂરી આશારૂપ પરીણામો સફળતાપૂર્વક પાર પાડયા છે. અને નવી ક્રાંતિ લાવી દેશના માછીમારો અને દેશને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે.