રસિકભાઈ માકડિયાએ 5 કરોડથી વધુ રામ નામનું લેખન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
મૂળભાયાવદરના વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટ સ્થાયી થયેલા રસિકભાઈ માકડીયા દ્વારા છેલ્લા 25 વર્ષથી રામ નામ લખવામાં આવી રહ્યું છે. હાલ 76 વર્ષની ઉંમરે પુછેલા રસિકભાઈ માકડીયા દ્વારા એક કરોડ બે કરોડ નહીં પરંતુ પાંચ કરોડથી પણ વધુ રામરામ નું લેખન કરવામાં આવ્યું છે. વાતચીતમાં રસિકભાઈ માકડીયાએ જણાવ્યું હતું કે, રામ નામ લખવાની સલાહ તેમને તેમની માતા પાસેથી મળી છે. વર્ષો પૂર્વે તેમની માતાએ તેમને કહ્યું હતું કે એક વખત તું બહાર લાખ રામ નામ લખીજો અને ત્યારબાદ જો કે તને કયા પ્રકારની અનુભૂતિ થાય છે. ત્યારે માતાના કહેવાથી મે રામ નામ લખવાનું શરૂ કર્યું. ત્યારે 1998 થી અત્યાર સુધીમાં પાંચ કરોડથી પણ વધુ રામ નામ હું લખી ચૂક્યો છું. માત્ર 2013 થી અત્યાર સુધીમાં જ સવા ત્રણ કરોડ રામ નામ લખેલી બુક મારી પાસે પડી છે. 2013 અગાઉની બુક મેં રાજકોટના કરણસિંહજી બાલાજી ખાતે તેમજ ગોંડલ રામ મંદિર ખાતે પણ મોકલાવી છે. તો સાથે જ હું પોતે પણ ક્ધસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છું જેથી અમારી દરેક ક્ધસ્ટ્રક્શન સાઇટના પાયામાં પણ હું રામ નામ લખેલી બુક ચોક્કસપણે પધરાવું છું. રામ નામની મારા જીવન ઉપર અનેક અસરો થઈ છે. આજ દિવસ સુધી ક્યારેય પણ માંદો નથી પડ્યો. તેમજ રામ નામ લખવાનું મને વ્યસન થઈ ચૂક્યું છે. હાલમાં મારી પાસે રામ નામ લખેલી 1250 જેટલી બુક પડેલી છે. રામ નામ લખવાનું મને હવે વ્યસન થઈ ચૂક્યું છે.
રાજકોટના રસિકભાઈ માકડિયાની અનોખી રામભક્તિ
