પોરબંદરમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીના કાયમી નિરાકરણ અંગે અધિકારીઓને સૂચના આપી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ પોરબંદરના સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. અને તેઓએ પોરબંદરમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીના કાયમી નિરાકરણ અંગે અધિકારીઓને સૂચના આપી હતી. પોરબંદર શહેરમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે પોરબંદરના સાંસદ મનસુખભાઈ મંડવીયાએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન પ્રેઝન્ટેશન કરી પોરબંદર શહેરમાં પાણી નિકાલની કરવામાં આવેલ વ્યવસ્થા અંગે કેન્દ્રીય મંત્રીને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અવગત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
આ બેઠક દરમિયાન સાંસદ મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં પ્રતિવર્ષે ભરાતા વરસાદી પાણીનો કાયમી ધોરણે નિકાલ થાય તે માટે માર્ગદર્શન પૂરું પડ્યું હતું. હાથ ધરવામાં આવનાર કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવા પણ જણાવવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પ્રદીપભાઈ ખીમાણી, કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા.