– વિખ્યાત ધામમાં પરિવાર સહિત શીશ ઝુકાવ્યુ
અદ્યતન ભોજનશાળાને પણ ખુલ્લી મુકી: ભાજપના સ્થાપના દિન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન કાર્યકર્તાઓ સાથે બેસીને સાંભળ્યું
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે આજે બોટાદમાં વિખ્યાત સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કર્યા હતા. આજે હનુમાન જયંતિના દિને શ્રી શાહ તેમના પરિવાર સાથે સાળંગપુર પહોચ્યા હતા અને તેમનું મંદિરના સ્વામીઓના સમૂહ દ્વારા સ્વાગત કરાયું હતું
તથા તેઓએ અહી મંદિરમાં ખાસ નિર્મીત કરાવ્યા. અત્યંત આધુનિક ભોજનાલયનું લોકાર્પણ કર્યુ હતું.જેમાં 20000 જેટલા ભાવિકો એક સાથે ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા છે. શ્રી શાહ સાળંગપુર હનુમાનના દર્શને અવારનવાર આવે છે અને તેઓ આજે પરિવાર સાથે દર્શન કરીને દાદાના આશિર્વાદ લીધા હતા.
Gujarat | Union Home Minister Amit Shah unveils 54 feet tall statue of Lord Hanuman at Sarangpur temple in Botad district, on the occasion of Hanuman Jayanti pic.twitter.com/skLnQ83Avo
- Advertisement -
— ANI (@ANI) April 6, 2023
આજે ભાજપના સ્થાપના દિને તેઓ અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં પણ હાજર રહેશે. ખાસ કરીને સવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશભરના ભાજપના કરોડો કાર્યકર્તાઓને પણ સંબોધન કર્યુ છે તેમાં તેઓએ કાર્યકર્તાઓ સાથે બેસીને શ્રી મોદીનું વકતવ્ય પણ સાંભળ્યું હતું. તેઓ પક્ષના ગાંધીનગર- લોકસભા મતક્ષેત્રમાં પણ અનેક લોકઉપયોગી કાર્યોનું લોકાર્પણ કરશે.