ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નોબલ યુનિવર્સિટી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ અને નમો નવ મતદાતા સંમેલન યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વેચ્ર્યુલ રીતે જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા દેશના જે નવા મતદારો છે કે જે પહેલીવાર પોતાનો કિમતી મત આપવાના છે તે સૌ લોકોને વિકસિત ભારત સંકલ્પ, ભારતની યુવા પેઢીને કેમ આગળ વધવું વગેરે જેવી બાબતો પર સંબોધન પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો. પ્રશાંતભાઈ કોંરાટજીના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં જુનાગઢ મહાનગર ના પ્રમુખ શ્રી પુનિતભાઈ તથા યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ હાર્દિકસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં યુવા મતદારો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની એક યાદીમાં જણાવ્યું છે.
જૂનાગઢમાં મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત નમો નવ મતદાતા સંમેલન યોજાયું
