શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય
“સ્વચ્છતા લાવે સમૃદ્ધિ” આ સૂત્ર સામાન્યત: દરેક દીવાલો પર જોવા મળતું હોય છે. પરંતુ રાજકોટ મનપાના શાસકો અને અધિકારીઓને આ સૂત્ર વિસરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં ગંદકી કેવી ખદબદી રહી છે તેની વરવી નગ્ન વાસ્તવિકતા તપાસવા માટે ખાસ ખબર ટીમે વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરી હતી. જેમાં આજીડેમ ચોકડી, આજીડેમ ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી તરફનો રસ્તો, માર્કેટિંગ યાર્ડ સામેનો સર્વિસ રોડ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુના હાઉસિંગ ક્વાટર, સેટેલાઈટ ચોક, પેડક રોડ મેલડી માતાના મંદિર પાસે, કુવાડવા રોડ રણછોડ નગર 16 સહિતના વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળ્યા છે. આશરે 2 વર્ષ પહેલા રાજકોટ શહેરને દેશભરનાં સ્માર્ટ સિટીમાં ત્રીજું સ્થાન મળ્યું હતું. તો શું રાજકોટ મનપા આ ક્રમમાં આગળ વધવા માંગે છે કે પાછળ ? સ્વચ્છત્તાના નામે મોટી મોટી વાતો કરવી કે બણગા ફૂંકવાથી શહેર સ્વચ્છ નથી બનતું. રાજકોટ મનપા કમિશનર અને મેયર સહિતના તમામ સત્તાધીશોએ આ બાબતે આળસ ખંખેરી તાત્કાલિકધોરણે કાર્યવાહી કરી શહેરને સ્વચ્છ બનાવવું જોઈએ.
અસ્વચ્છ રાજકોટ! આ ગંદકી મહાનગરપાલિકા કયારે દેખાશે?
