ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
અધિવકતા પરિષદ જૂનાગઢ શહેરના પ્રમુખ તથા જિલ્લાના પ્રમુખ તેમજ કારોબારી માટે તા.13-7-2024ના રોજ પ્રદેશ કારોબારી સભ્ય નાથાભાઇ મોરીના પ્રમુખ સ્થાને મિટીંગ મળી હતી.
- Advertisement -
જેમાં અતિથિ વિશેષ તરીકે બારએસો.ના પ્રમુખ પી.ડી.ગઢવી તથા વર્તમાન પ્રમુખ જયદેવ જોષી ઉપસ્થિત રહેલ હતા અને વકીલોની હાજરીમાં જૂનાગઢ શહેરના નવા પ્રમુખ મહેશભાઇ લાખાણી તથા જિલ્લાના પ્રમુખ તરીકે સ્નેહલભાઇ જોષીની સર્વાનુ મતે નિમણુંક કરવામાં આવેલ હતી. તેની સાથે નગર તથા જિલ્લા માટે 15-15 સભ્યોની કારોબારી બનાવવામાં આવેલ હતી તેમ નાથાભાઇ મોરીની એક યાદીમાં જણાવાયું છે.