વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયતને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. યુએન મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન જારી કરવામાં આવ્યું છે.
તબિયત લથડતાં 100 વર્ષીય હીરાબા મોદીને અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને 7 ડોક્ટરોની ટીમ હીરાબાની સારવાર કરી રહી છે. માતા હીરાબાની તબિયતના સમાચાર સાંભળીને દિલ્હીથી દોડી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહેતા હોસ્પિટલમાં તેમના ખબર અંતર પૂછીને દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે હવે હીરાબાની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. PM મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર છે. UN મહેતા હોસ્પિટલે હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે.
- Advertisement -
ગઈકાલ કરતા આજે તબિયત સારી છેઃ UN મહેતા હોસ્પિટલ
આ તરફ ગઇકાલ બાદ આજે સવારે ફરી એકવાર CM ભૂપેન્દ્ર પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદમાં તેમણે જણાવ્યું હતું કે, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. જેથી આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. UN મહેતા હોસ્પિટલે જણાવ્યું છે કે, હીરાબાની ગઈકાલ કરતા આજે તબિયત સારી છે, હીરાબાની તબિયત સુધારા પર છે. આપને જણાવી દઈએ કે, હાલ તેમના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે હાજર છે.
BREAKING : PM મોદીના માતા હીરાબાની તબિયતને લઇને UN મહેતા હોસ્પિટલે જાહેર કર્યું મેડિકલ બુલેટિન, કહ્યું ગઈકાલ કરતા આજે તબિયત સારી#PMModiMother #HeerabenModi pic.twitter.com/FCBvhz9MKe
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 29, 2022
- Advertisement -
શું તકલીફ હતી હીરાબાને?
હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે કે તેઓ કુદરતી રીતે શ્વાસ નહોતા લઈ શકતા, તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું હતું. હાલમાં ડોક્ટરો તેમની શ્વાસની બીમારીની સારવાર કરી રહ્યાં છે.
પીએમ મોદીએ સારવાર કરનાર ડોક્ટર સાથે ચર્ચા કરી
દિલ્હીમાં પીએમ મોદીને જેવા માતાની ખરાબ તબિયતના સમાચાર મળ્યાં કે તેઓ તરત મારતી ગાડીએ અમદાવાદ આવી પહોંચ્યાં હતા. એરપોર્ટ પર ઉતરીને તેઓ તાબડતોબ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ત્યાં જઈને માતાના ખબર અંતર જાણ્યા હતા. પીએમ મોદીએ આ દરમિયાન સારવાર કરનાર ડોક્ટરો સાથે પણ ચર્ચા કરી હતી. લગભગ લગભગ દોઢ કલાક સુધી હોસ્પિટલમાં રહીને ડોક્ટરો પાસેથી જાણકારી મેળવી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો હાજર રહ્યાં હતા. માતાની તબિયત સુધારા પર હોવાનું ડોક્ટરો પાસેથી જાણીને તેઓ હળવા હૃદયે દિલ્હી જવા રવાના થયા હતા.