રાજકીય-સામાજીક અને પાટીદાર મહાનુભાવો ઉપરાંત ઉદ્યોગપતિઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી
ગણેશ મહોત્સવમાં લોક ડાયરો, હાસ્ય દરબાર, બહેનો દ્વારા લાઇવ ઓરકેસ્ટ્રા સંગાથે રાસ-ગરબાનો રંગારંગ કાર્યક્રમ, બાળકો માટે વેશભૂષા તથા બહેનો માટે રંગોળી, લાડુ અને આરતી ડેકોરેશન સ્પર્ધાઓ યોજાઇ હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેપીએસ ક્લબ દ્વારા આયોજિત ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં ગઇકાલે શ્રીનાથજીની ઝાંખીની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં દર્શનાર્થી ભાવિકો, પાટીદાર મહાનુભાવો, રાજકીય સામાજીક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં વિઘ્નહર્તા ગણેશજીના દર્શનાર્થે આવી કાર્યક્રમનો લ્હાવો લીધો હતો.
મહોત્સવ ખાતે ગઇકાલે મંગળવારના રોજ રાત્રે 9 કલાકે આસીફ ઝરીયા, પંકજ શેઠ દ્વારા આઠ સમાની લાઇવ દર્શન સાથે શ્રીનાથજીની ઝાંખીની ભવ્યાતિભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આયોજક બીપીનભાઇ બેરાની આગવી સુઝબુઝથી તૈયાર કરાયેલા રોબોટ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વાર ઉમા કા લાલ ગણપતિ મહોત્સવમાં રોબોટીક ઓટોમેશન દ્વારા આરતી કરવામાં આવી હતી. આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મિરાણી સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવા અગ્રણી અમીતભાઇ ભાણવડીયા તથા શિવ ગૃપ દ્વારા તમામ ભાવિકોને નાસ્તાની પ્રસાદી આપવામાં આવી હતી. આ જાજરમાન ગણપતિ મહોત્સવ દરમિયાન કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ સહિતના રાજકીય મહાનુભાવો ઉપરાંત ઉમિયાધામના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ અને ઉદ્યોગપતિઓએ બાપ્પાના દર્શનનો લાભ લીધો હતોે.
મહોત્સવ દરમિયાન દરરોજ અનેકવિધ કાર્યક્રમોનું જાજરમાન આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો માટે કલર કોમ્પીટીશન, ગુણવંત ચુડાસમા, હિતેષ ગઢવી તથા અનીલ પટેલનો હસાયરો લોક ડાયરો, લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવીનો લોક ડાયરો, ધીરૂભાઇ સરવૈયાનો હાસ્ય દરબાર, બહેનો દ્વારા લાઇવ ઓરકેસ્ટ્રા સંગાથે રાસ-ગરબાનો રંગારંગ કાર્યક્રમ, બટુકભાઇ કોલકીવાળા દ્વારા કાન ગોપી મંડળનો કાર્યક્રમ, બાળકો માટે વેશભૂષા તથા બહેનો માટે રંગોળી, લાડુ અને આરતી ડેકોરેશન સ્પર્ધાઓ યોજાઇ હતી.