ફોન કૉલ પર યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન ઉલ્લેખિત 10-બિંદુની ‘શાંતિ ફોર્મ્યુલા’ને સમર્થન આપવા કહ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. પીએમ મોદી સાથે ચર્ચા કર્યા બાદ ઝેલેન્સકીએ પોતાના રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ સાથે ઝેલેન્સકીએ પોતાના સંબોધનમાં ભારત સાથે મોટી આશાઓનો ઉલ્લેખ કર્યો છે. ફોન કૉલ પર યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન ઉલ્લેખિત 10-બિંદુની ‘શાંતિ ફોર્મ્યુલા’ને સમર્થન આપવા કહ્યું. રશિયા સાથે યુદ્ધ શરૂ થયા બાદ પીએમ મોદી અને ઝેલેન્સકી વચ્ચે આ ચોથો ફોન કોલ હતો. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો અને 10 મહિના પછી પણ આ યુદ્ધ રોકવાના કોઈ સંકેત દેખાતા નથી.
- Advertisement -
શું કહ્યું યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ?
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાના ટીવી સંબોધનમાં કહ્યું, આજે મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. આવતા વર્ષે ભારત G-20નું નેતૃત્વ કરશે. મેં તેમને આ નેતૃત્વ માટે અભિનંદન પાઠવ્યા અને તેમને ભારતના ફળદાયી નેતૃત્વની શુભેચ્છા પાઠવી. મેં તેમને કહ્યું કે, આ નેતૃત્વ કોઈ એક માટે પરિણામ લાવશે નહીં પરંતુ આદર્શોમાં વિશ્વાસ રાખનારા અને શાંતિનો આદર કરનારા દરેક માટે સફળ થવું જોઈએ. તેમણે આ જ સંબોધનમાં આગળ કહ્યું કે, ભારત આક્રમકતાને ખતમ કરવા માટે વધુ સક્રિય થઈ શકે છે. ઝેલેન્સકીએ ફોન કોલ પછી ટ્વીટ કર્યું અને લખ્યું કે, તેણે ટ્વિટર પર જ તેની શાંતિ ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી અને હવે તેને આશા છે કે, ભારત તેના અમલીકરણમાં તેની ભાગીદારી નક્કી કરશે.
In a televised address, Ukraine Prez Zelenskyy says, 'India can be more active in efforts to end aggression' as he mentions about his telephonic conversation with PM Modi on Monday. pic.twitter.com/Egx4LelWXQ
— Sidhant Sibal (@sidhant) December 27, 2022
- Advertisement -
યુક્રેનના રાષ્ટ્રપતિએ ભારતનો આભાર માન્યો
યુક્રેનના રાષ્ટ્રપતિએ માનવતાવાદી સહાય માટે ભારતનો આભાર માન્યો હતો. ઝેલેન્સકી દ્વારા રજૂ કરાયેલ શાંતિ સૂત્ર હેઠળ તેમણે યુક્રેનમાંથી રશિયન સેનાની હકાલપટ્ટી, કેદીઓને મુક્ત કરવા, યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા, પરમાણુ સુરક્ષા તેમજ ખાદ્ય અને ઉર્જા સુરક્ષાના વચનનો ઉલ્લેખ કર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતે યુક્રેન અને પડોશી દેશોને 12 કન્સાઈનમેન્ટમાં 99.3 ટન માનવતાવાદી સહાય મોકલી છે. આ સહાયમાં દવાઓ, ધાબળા, તંબુ, તાડપત્રી અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શું કહ્યું હતું ?
હાલમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ પર મોટું નિવેદન આપ્યું છે. પુતિને રિપોર્ટ્સને કહ્યું, ‘મેં ઘણી વખત કહ્યું છે કે, જેટલી ઝડપથી દુશ્મની વધશે, એટલું જ ઝડપથી નુકસાન પણ વધશે. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, રશિયા યુક્રેન સાથે યુદ્ધ ખતમ કરવા માંગે છે. પરંતુ સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે, આ યુદ્ધનો અંત રાજદ્વારી ઉકેલ સાથે થવો જોઈએ. પુતિનના મતે લશ્કરી સંઘર્ષ કાં તો એકપક્ષીય પરિણામ સાથે સમાપ્ત થાય છે અથવા તે રાજદ્વારી વાટાઘાટો પછી તેના નિષ્કર્ષ પર પહોંચે છે. ક્યારેક યુદ્ધમાં સામેલ દેશો બેસીને સમાધાન કરે છે.