U19 વર્લ્ડ કપમાં ભારતીય યુવા ટીમનું ખુબ જ શાનદાર પ્રદર્શન સતત બીજા વોર્મ અપમાં પણ જોવા મળ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટ પાર ખુબ જ ખરાબ રીતે હાર આપી છે.
ભારતની પ્રથમ વૉર્મ અપ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે હતી, જેમાં આપણે કેરેબિયન ટીમને 108 રણથી મ્હાત આપી હતી.
બીજી વોર્મ અપ મેચમાં ભારતના દરેક બેટ્સમેને કાં તો સદી ફટકારી કાં તો અડધી સદી ફટકારી. પરિણામે ભારત માટે ઓસ્ટ્રેલિયાનું લક્ષ્ય વિરાટ સામે વામન જેવું સાબિત થયું.
- Advertisement -
આ મેચમાં ભારતીય કેપ્ટન યશ ધુલેએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે તક આપી હતી, તેનો આ નિર્ણય આપણા માટે રંગ લાવ્યો જયારે ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર માત્ર 21 રણમાં પેવેલિયન પરત ફર્યા હતા. આ મેચમાં કેપ્ટન કૂપર કોહલીએ 117 રન બનાવ્યા હતા, જેને લીધે ઓસ્ટ્રેલિયન ટીમ 268 રનનો લક્ષ્યાંક આપણી સામે રાખી શકી હતી.
ભારતીય બોલર્સે મચાવ્યો કહેર
ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 49.2 ઓવરમાં જ નંખાઈ ગઈ હતી. ભારત તરફથી રવિ કુમાર સૌથી સફળ બોલર રહ્યો હતો, જેને 9.2 ઓવરમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, રાજવર્ધને 10 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.
- Advertisement -
ભારતીય બેટ્સમેનની જાદુઈ લહેર
269 રનનો પીછો કરતા આપણી પ્રથમ વિકેટ 74 રન પર હતી, અને ઓપનર અંગક્રિશ રઘુવંશીએ 27 રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટની શરૂઆતમાં આપણે બે વોર્મ અપ મેચ જીતી લેતા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે. આપણી ટીમ પાસે અત્યારે સારા પ્રદર્શનની અપેક્ષાવધી ગઈ છે, જેથી ભારત 5 મી વખત ચેમ્પિયન બની શકે.