મૈંને ઉસે લાડ કરને ઔર બિગાડને કા હર કામ ક્યિા હૈ
શાહનામા – નરેશ શાહ
માતા -પિતા જો એમ માને છે કે તેઓ પોતાના સંતાનોથી વધુ અથવા તો બહેતર જાણકારી ધરાવે છે; તો એ તેમનો ભ્રમ છે. ઊંમરની દ્રષ્ટિએ બેશક, તેઓ પોતાના સંતાનોથી મોટા હોય શકે છે, પણ મા-બાપ તરીકે તો તેમની ઊંમર સંતાનોની સમકક્ષ જ હોય છે, આ મારા પિતાના શબ્દો છે – એમ કહીને પછી બોસ્કી યાને કિ મેઘા ગુલઝાર ઉમરે છે : ‘એટલે જ જો હું બે વરસની બાળકી હોઉં તો તેઓ (ગુલઝાર) મારા બે વરસના પિતા જ હોય ને..’
ક્યા બાત હૈ. ગુલઝાર સાહેબે લખેલાં કે તેમના પર લખાયેલાં શબ્દો કાયમ અનુભૂતિ અને સમજણનું નવું તેમજ સચોટ વિશ્વ ખોલી આપીને મોહિત કરી દેતાં હોય છે. ગુલઝાર તેથી જ વન એન્ડ ઓન્લી છે અને એટલે જ તેમના અને રાખીજીના એકમાત્ર બાળક મેઘના ગુલઝારે પિતા ગુલઝાર પર લખેલાં દળદાર પુસ્તક બિકોઝ હી ઈઝ (હિન્દી નામ : વો જો હૈ… પ્રકાશક હારપર કોલિંગ ઈન્ડિયા. કિંમત : ર499 રૂપિયા) ની વાતો એકાદ-બે ચેપ્ટરમાં કરવી, એ દરિયાને વાટકીમાં ભરવા જેવું થાય. એ માટે યા તો સિરિઝ લખવી પડે યા આખું પુસ્તક વાંચવું પડે. ખેર, બિકોઝ હી ઈઝ પુસ્તકમાં મેઘના ગુલઝારે અનેક વિષય છેડયાં છે ગુલઝારસાહેબ બારામાં.
- Advertisement -
ઉપરનો પેરેગ્રાફ તો તેની એક ઝલક માત્ર છે. સંજીવકુમાર, આર. ડી. બર્મન, જુના દોસ્તો, શાયરી, રાખી ગુલઝાર, ફિલ્મો, જમાઈ, પૌત્રની વાતોથી માંડીે દુલર્ભ ગણાય તેવા ફોટોગ્રાફસ અને ગુલઝારસાહેબના પુસ્તકના મુડ પ્રમાણેની તસ્વીરો – બિકોઝ હી ઈઝ પુસ્તકને યશવંત વ્યાસના પુસ્તક બોસકીયાના જેટલું જ રસપ્રદ અને યાદગાર બનાવે છે. પરંતુ પુત્રીએ પિતા પર લખેલાં આ પુસ્તકમાં પિતા ગુલઝારે પૂર્વભૂમિકામાં પુત્રી વિશે લખ્યું છે, એ પણ આંખ ઉઘાડનારું છે.
મેં તેને ભરપૂર બાળપણ દેવાની કોશિશ કરી છે, જે દરેક માતા-પિતા કરતાં હોય છે, પછી એ અમીર હોય કે ગરીબ : બિકોઝ હી ઈઝ – ની પૂર્વભૂમિકામાં ગુલઝારસાહેબ લખે છે : પૈસા, સુવિધા અથવા સાધનોથી બહુ ફરક નથી પડતો. અસલ વાત એ છે કે તમે તેના (સંતાન પર) પર કેટલું ધ્યાન આપો છો. કેટલી પરવાહ કરો છો અને કેટલો સમય આપો છો. મારી પાસે ભરપૂર સમય હતો અને એ સમયનો એથી ઉત્તમ ઉપયોગ શું હોય શકે કે હું મારી દીકરીને એક ઉમદા માણસ, એક ક્રિએટીવ વ્યક્તિ અને એક પ્યારા સા ઈન્સાન બનાવવામાં (મારો સમય) વાપરું.
- Advertisement -
બધા જાણે છે કે ગુલઝાર અને રાખી એક જ હોવા છતાં અલગ અલગ (રાખી પનવેલના ફાર્મ પર, ગુલઝાર બાંદરાના હિલ રોડ પર) રહે છે અને એટલે જ બિકોઝ હી ઈઝ માં મેઘના ગુલઝાર સ્પષ્ટ લખે છે કે બાળકોને બે પેરેન્ટ (માતા-પિતા) હોય છે પણ મારે ચાર પેરેન્ટસ છે. મને પિતા (ગુલઝારમાં) માતા અને પિતા મળ્યાં છે તો માતા (રાખી) માં પણ માતા-પિતા મળ્યાં. ઓવર ટૂ ગુલઝારસાહેબ : મૈંને ઉસે (દીકરી મેઘનાને) લાડ કરને ઔર બિગાડને કા હર કામ ક્યિા હૈ મગર હમ દોનોં પર અનુશાસન કે લીએ ઉસકી માં થી. એક બડા હોતા દીવાના બાપ ઔર સાથ બડી હોતી ઉસકી બેટી.
બિકોઝ હી ઈઝ ની પૂર્વભૂમિકામાં આપણને બધાને લાગુ પડે તેવી વાત કરતાં ગુલઝારસાહેબ લખે છે : એક વાત આપણે બધા ભૂલી જઈએ છીએ. બાળકો મોટા થતાં થતાં પોતાના મા-બાપ વિષે એટલું બધું જૂએ છે, અનુભવે છે અને ગ્રહણ કરે છે કે આપણા બારામાં, મા-બાપ વિષે – તેમનું સત્ય આપણને હલબલાવી મૂકે છે. તેઓ જાણે છે કે આપણે જમતાં પહેલાં હાથ ધોતાં નથી. આપણે આપણા નોકરો સાથે કેમ વર્તીએ છીએ. એમને ખબર હોય છે કે ઘર પર હોવા છતાં આપણે ફોન પર એવું કહેવડાવી દઈએ છીએ કે – નથી, ઘરેથી નીકળી ગયા છે .
આપણે જે જુઠું બોલીએ છીએ. એ બધું જ એ (બાળકો) જાણતાં હોય છે. વે અપને આપ હમારે દોસ્તો-રિશ્તેદારો કે સાથ રિશ્તો કો જાન લેતે હૈ. બાળકો આપણી હિપ્પોક્રસી – હમારે પાખંડો કી ભી જાનતે હૈ.
પેરેન્ટીંગનું આ સત્ય આપણને જાણવા મળ્યું, બિકોઝ હી ઈઝ.
શાહનામા સિઝન ટૂ :
હવે પુસ્તકો, વેબસિરિઝ અને ફિલ્મો પણ :
ગુલઝારસાહેબ પરના બોસક્યિાનાથી આરંભેલી શાહનામા કોલમ આજે ગુલઝારસાહેબ પરના જ પુસ્તક બિકોઝ હી ઈઝ સાથે એક વરસ, બાવન સપ્તાહ પુરાં કરે છે ત્યારે સરવૈયુ આપવું જરૂરી છે. ખાસ ખબરના એડિટર કિન્નર આચાર્ય સાથે કોલમનો કન્સેપ્ત ચર્ચેલો ત્યારે અમે બન્ને સ્પષ્ટ હતા કે પુસ્તકોના અવલોકન તો દાયકાઓથી પ્રસિધ્ધ થતાં રહે છે, પણ આપણે પુસ્તકોના કોઈ એક બે રોમાંચક મુદા પર ફોક્સ કરીને શાહનામા કોલમમાં તેની વાત કરીશું.
બાવન સપ્તાહ દરમિયાન ચુમાલીસ અંગ્રેજી, હિન્દી તથા ચાર ગુજરાતી પુસ્તકની (રિવ્યુ નહિં પણ) રસપ્રદ વાતો આપણે કરી છે પણ એક વરસ પછી શાહનામા કોલમની બીજી સિઝનમાં આપણે તેનું ફલક વિસ્તારી રહયાં છીએ. હવેથી શાહનામા કોલમમાં વિવિધ પુસ્તકો ઉપરાંત ઈન્ટરેસ્ટિંગ વેબસિરિઝ અને ફિલ્મોની પણ વાતો થશે.