સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવા બાદ નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેન્દ્ર સરકાર હાઇવે મુસાફરીને લગતા નીતિનિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગરૂપે 15 જુલાઈ, 2025થી ટુ-વ્હિલર ચાલકોને પણ હાઈવે પર ટોલ-ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે. તેવી સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવા બાદ નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે આવી કોઇ વિચારણા હાલ કેન્દ્ર સરકાર કરી રહી નથી.
- Advertisement -
દરમિયાન સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવામાં જણાવવામાં આવ્યું હતું કે, ટુ-વ્હિલરને પણ FASTag દ્વારા ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમના દાયરામાં લાવવાની નીતિનો એક ભાગ છે. હાલ દેશમાં તમામ હાઇવે પર ટુ-વ્હિલરને ટોલમાંથી મુક્તિ છે. તેનું કારણ એ હતું કે રસ્તાના ઘસારા પર આ વાહનોની અસર નહીવત છે. આ ઉપરાંત આ વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાનો ખર્ચ પણ વધારે થાય એમ હતો. પરિણામે, ટુ-વ્હિલરને FASTag ખરીદવાની પણ કોઈ જરૂરિયાત ન હતી. જોકે સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેની તૈયારી ઘણાં સમયથી શરૂ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, આ રીતે સરકાર ટોલ ચૂકવણીનું મોડેલ સુધારી રહી છે. જેમ કે, FASTag એન્યુઅલ ટોલ પાસ અને એન્યુઅલ ટોલ પાસ (અઝઙ), જે ચોક્કસ વાર્ષિક ફી સાથે નેશનલ હાઇવે પર અમર્યાદિત મુસાફરીની છૂટ આપશે. હાલ ખાનગી વાહન માલિકો માટે રૂ. 3,000 નક્કી કરાયા છે. જો કે આ યોજનાનું લક્ષ્ય શરૂઆતમાં ફોર વ્હિલર પર રહેશે. બાદમાં ટુ-વ્હિલર માટે પણ આવું કોઈ મોડલ લવાશે. આ નિર્ણયને અનેક લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ માટે જરૂરી માને છે, તો કેટલાકે રોજિંદા ટુ-વ્હિલર મુસાફરોને થતા વધારાના ખર્ચ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે, આ મુદ્દે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શખે છે.