દિકરા સાથે રૂપિયાની લેતીદેતી મામલે વ્યાજખોરોએ પરિવારને બાનમાં લીધું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો હવે બેકાબૂ થતા જાય છે. ત્યારે થાનગઢ શહેરમાં વધુ એક વ્યાજખોરોનો કિસ્સો સાને આવ્યો છે જેમાં બે વ્યાજખોરો દ્વારા પુત્ર પાસે રૂપિયાની લેતીદેતી મામલે પરિવારને બાનમાં લઈ રહેણાક મકાનમાં દસ્તાવેજ કરી આપવા દબાણ કરી ધમકી આપી હતી. જોકે આ મામલે પરિવારે હવે પોલીસની મદદ માંગી છે અને થાનગઢ પોલીસ મથકે વ્યાજખોર વિરુધ કાર્યવાહી કરવા માંગ સાથે તમામ ઘરના અંબેના સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા છે.
જાણવા મળતી વિગતો અનુસાર થાનગઢ શહેરના જોગ આશ્રમ પાછળ વિસ્તારમાં રહેતા કંચનબેન મહેન્દ્રભાઈ સવાડીયાન પુત્ર પાર્થભાઈ સાથે સત્યરાજભાઇ ગોવાળીયાને રૂપિયાની લેતીદેતી અંગેનો વ્યવહાર હોય જે અંગે આગાઉ જ કંચનબેન અને તેઓના પરિવાર દ્વારા પોતાના પુત્ર પાર્થ બાબતે જાહેર નોટિસ આપી પુત્ર સાથે વ્યવહાર નહીં હોવાનો ખુલાસો આપેલ હોય છતાં સત્યરાજભાઇ ગોવાળીયા અને અન્ય એક ઇશમ દ્વારા કંચનબેન ઘરે જઈ પુત્ર પાર્થ પાસે રૂપિયા માંગતા હોવાનું જણાવી એની એક અજાણ્યા ઈશમ દ્વારા બંધુક દેખાડી રહેણાક મકાનનો દસ્તાવેજ કરી દેવા અને એક બે દિવસમાં મકાન ખાલી કરી દેવા માટેની ધમકી આપી હતી આ તરફ પરિવાર દ્વારા સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ થાનગઢ પોલીસ મથકે રજૂ કરી બંને વ્યાજખોર વિરુધ કડક કાર્યવાહીની માંગ કરી છે.