ખાસ-ખબર સંવાદદાતા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત સાઈકલોથોનનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિવારે સવારે 7.15 વાગ્યે શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ, રાજ્યનાં વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રા ધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણી અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરીના ઉપસ્થિતિમાં યોજાયો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સાયકલોથોન યોજવામાં આવી છે.
- Advertisement -
જેમાં 1235 નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 2000 જેટલા શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા.