વન વિભાગે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
માણાવદર તાલુકામાં આવેલ સામાજિક વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એ.ચાવડા દ્વારા માણાવદર રાઉન્ડમાં ફિલ્ડ દરમ્યાન બે ઈસમો શંકાસ્પદ લાગતા બંને ઈસમોની ઊંડાણ પૂર્વક પૂછપરછ વન વિભાગે કરી હતી જેમાં અને બંને ઈસમોને શંકાના આધારે વધુ તપાસ કરતા તેની પાસેથી લાકડા કાપવાનું મશીન, કુલ્હાડી તથા ફાંસલો ( સસલા પકડવાની ઝાળ ) કબ્જે કરી હતી.
માણાવદર ફોરેસ્ટ અધિકરીના જણાવ્યા અનુસાર સામાજિક વનીકરણ વિસ્તારમાં બે ઈસમો લાકડા કાપવા અથવા વન્ય પ્રાણી શિકાર પ્રવૃત્તિ કરવાની શંકા જતા બંને આરોપીને ઝડપી પડેલ હતા અને બંને ઈસમો પાસેથી ગેરકાયદે રીતે વન વિભાગની રેન્જ પ્રવેશ કર્યો હોઈ અને રેકી કરતા માલુમ પડ્યું હતું અને તેની પાસેથી ચેઈન શો મશીન ( લાકડા કાપવાનું મશીન ) કુલ્હાડી તથા ફેંસલો ( સસલા પકડવાની ઝાળ ) મુદ્દા માલ જપ્ત કરી વધુ આગળની કાર્યવાહી શરુ કરી હતી.