હડાળાની સીમમાં કટિંગ ટાણે ક્રાઇમ બ્રાન્ચનો દરોડો
દારૂ, કાર, મોબાઈલ સહીત 17.56 લાખનો મુદામાલ કબ્જે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ક્રાઇમ બ્રાંચે મોરબી હાઇવે પર હડાળાની સીમમાં બાતમી આધારે જ કટીંગ વખતે દરોડો પાડી ચોટીલા અને હાલ રાજકોટના બે શખ્સને 11.70 લાખના દારૂ સાથે પકડી લઇ ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે પોલીસે દારૂ, કાર, મોબાઇલ સહીત 17,55,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાદવની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જમાદાર દિલીપભાઇ બોરીચા અને કોન્સ્ટેબલ વિશાલભાઇ દવેને બાતમી મળી હતી કે રાજકોટ-મોરબી રોડ પર હડાળા ગામ મોમાઇ હોટલ પાછળ સીમમાં દારૂનું કટીંગ ચાલુ છે બાતમી આધારે ટીમે ત્યાં દરોડો પાડતાં અંધારામાં બે શખ્સ નાસી છૂટ્યા હતાં જ્યારે બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા બંનેના નામઠામ પૂછતાં ચોટીલાના થાનના ખુશીનગરમાં રહેતો રોહન અનીલકુમાર પરમાર ઉ.29 અને મૂળ થાનના હાલ રેલનગર શાંતિકુંજ રેસીડેન્સીમાં રહેતા જયદિપસિંહ પ્રવિણસિંહ ઝાલા ઉ.32 જણાવ્યા હતાં પોલીસે સ્થળ પરથી કાર અને દારૂ કબ્જે કર્યા હતા પોલીસે સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડનો 11.70 લાખનો 1944 બોટલ દારૂ, કાર, 4 મોબાઈલ સહીત 17,55,600 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો ઝડપાયેલ બેલડીએ એવી કબૂલાત આપી હતી કે આ દારૂ રાજકોટના રજાક અને રીયાઝે મંગાવ્યો હતો આ બંને અંધારામાં ભાગી ગયા હતાં જ્યારે દારૂ રાજસ્થાનના ગોપારામે મોકલ્યો હતો. આ ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.