જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. J-K પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સાથે આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. તેનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. આતંકીઓની ઓળખ ત્રાલના શાહિદ રાથર અને શોપિયાંના ઉમર યુસુફ તરીકે થઈ છે.
- Advertisement -
J-K: 2 terrorists killed in Awantipora encounter
Read @ANI Story | https://t.co/pdzcJq36JG#JammuKashmir #Awantipora #AwantiporaEncounter pic.twitter.com/xW6SQt9drh
— ANI Digital (@ani_digital) May 31, 2022
- Advertisement -
આંતકીઓ પાસેથી 2 AK-47 મળી આવી
J&K IGએ કહ્યું કે આતંકી શાહિદ અરિપાલની એક મહિલા શકીલા અને લુરગામ ત્રાલના સરકારી કર્મચારી જાવિદ અહેમદની હત્યામાં સામેલ હતો. આતંકીઓ પાસેથી 2 AK-47 મળી આવી છે.અગાઉ કઠુઆમાં સુરક્ષા દળોએ સરહદ પારથી આવેલા ડ્રોનને પણ તોડી પાડ્યું હતું. આ ડ્રોન દ્વારા 7 ગ્રેનેડ અને બોમ્બ લાવવામાં આવી રહ્યા હતા. સવારે પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળોએ ડ્રોનને જોતા તેનો નાશ કર્યો. બીજી બાજુ ગયા ગુરુવારે, સુરક્ષા દળોએ કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
Encounter underway in Rajpora area of Awantipora. Police and security forces are on the job. Further details shall follow: Jammu & Kashmir Police
— ANI (@ANI) May 30, 2022
જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ત્રણેય આતંકીઓને ઠાર કર્યા
ત્રણેય આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું કહેવાય છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડા પોલીસને કેટલાક આતંકીઓ જુમાગુંડમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ત્રણેય આતંકીઓને ઠાર કર્યા હતા.