પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ફન્ડિંગ કરાતું હતું
અઝજ દ્વારા લખનઉથી જહાંગીર અને ઉમર ગૌતમ નામના મૌલાનાની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
મોટિવેશનલ થોટથી હિંદુઓનું ધર્મ પરિવર્તન કરાવનારા બે મૌલાનાને યુપી ATSએ લખનઉથી પકડ્યા છે. ATSની ટીમ લગભગ ચાર દિવસથી તેમની પૂછપરછ કરી પુરાવા એકઠાં કરી રહી હતી. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI તેને ફંડિંગ કરતું હતું.
પકડાયેલા મૌલાના જહાંગીર અને ઉમર ગૌતમ લખનઉ સ્થિત એક મોટી મુસ્લિમ સંસ્થા સાથે જોડાયેલા છે. ATS અધિકારીઓ મુજબ આ ગરીબ હિંદુઓને નિશાન બનાવતા હતા. અત્યાર સુધીમાં લગભગ એક હજાર લોકોના ધર્મ પરિવર્તન કરાવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મૂક બધિર અને મહિલાઓ સામેલ છે. રામપુરના એક ગામમાં બે હિંદુ બાળકોના પરાણે ખતના કરાવીને તેમનું ધર્માંતરણ કરાવવામાં પણ એક મૌલાનાની સંડોવણી સામે આવી છે. બંને પશ્ચિમી યુપીના રહેવાસી છે. જેને વિદેશથી સંચાલિત એક મુસ્લિમ સંગઠન ફંડિંગ પણ કરી રહ્યાં હતા. અઝજ તેમના વિશે જાણકારી એકઠી કરી
રહ્યાં છે.