ઇસ્લામીક સ્ટેટ દ્વારા ભારતમાં સ્લીપર સેલ નેટવર્ક તૈયાર કરાતું હોવાનો એનઆઈએનો ધડાકો : કટ્ટરવાદી સાહિત્ય અને યુવાનોને ગેરમાર્ગે દોરવાની પણ કામગીરી થતી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી દિવસમાં અયોધ્યા પ્રવાસ અને દિપાવલી બાદ તેઓ ભારતીય સૈન્યના જવાનો સાથે ઉતરાખંડમાં નવુ વર્ષ મનાવી શકે છે તેવા કાર્યક્રમ વચ્ચે વારાણસીમાંથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા મનાતા બે શંકાસ્પદ ત્રાસવાદીઓની ધરપકડ કરી છે અને તે આતંકી સંગઠનનો વોઇસ ઓફ હિન્દ મોડ્યુલના હેઠળ કામ કરી રહ્યા હતા.
- Advertisement -
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના જણાવ્યા મુજબ ઉતરપ્રદેશના વારાણસીના નિવાસી બાસીત કલામ સિદીકીને પ્રતિબંધીત આતંકી સંગઠન આઈએસઆઈએસ દ્વારા સીરિયાના કોન્ટેકટ મારફત જેહાદ છેડવા માટે અને યુવાઓને કટ્ટરપંથી બનાવવા માટે ભરતી કરવાનું કામકાજ સોંપવામાં આવ્યું હતું. જ્યારે સિદીકી સાથે નજીકના સંબંધ ધરાવતા અને વોઇસ ઓફ ખુરાસાન પત્રિકા મારફત આઈએસઆઈએસનો પ્રચાર કરવાની સામગ્રીમાં અન્ય એકની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ આઈએસઆઈએસના ફરમાન મુજબ બ્લેક પાઉડર તૈયાર કરી રહ્યા હતા
જે ભવિષ્યમાં વિસ્ફોટમાં કામ આવે તેવી શક્યતા હતા અને ખાસ કરીને તેઓ ઘાતક વિસ્ફોટક માટેની માહિતી પણ એકત્ર કરતા હતા. તેમના લેપટોપ અને અન્ય ગેઝેટમાંથી આ પ્રકારના દસ્તાવેજો મળ્યા છે અને તેના પરથી બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.