નંદા હોલ પાસે સર્જાયેલું કરુણાંતિકામાં એકનો એક પુત્ર ગુમાવનાર પરિવાર શોકમાં ગરકાવ
સારવાર હેઠળ રહેલો યુવાન બે બહેનોનો એકનો એક ભાઈ : તહેવાર ટાણે જ કલ્પાંત છવાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં જીવલેણ અકસ્માતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગત રાત્રે કોઠારીયા રોડ ઉપર નંદા હોલ પાસે ગરબી જોઈને આવતા બે મિત્રોનું બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું જેમાં એક યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું જ્યારે બીજા મિત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે 18 વર્ષીય મૃતક યુવાન માતા પિતાનું એકનું એક સંતાન હતું જયારે સારવાર લઇ રહેલો યુવાન બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે તહેવાર ટાણે જ પરિવારોમાં કલ્પાંત છવાઈ ગયો છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સહકાર રોડ ભવનાથ સોસાયટીમાં રહેતા મિહિર રાજેશભાઈ ગોસાઈ ઉ.18 અને મોહિત નિલેશભાઈ ટાંક ઉ.20 બંને ગઈકાલે રાત્રે દોઢેક વાગ્યા આસપાસ બાઈક પર જતા હતા ત્યારે કોઠારીયા રોડ ઉપર આવેલ નંદા હોલ નજીક કોઈ કારણોસર બાઈક ડિવાઈડર સાથે ફૂલ સ્પીડમાં અથડાતા અકસ્માત સર્જ્યો હતો બનાવને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને 108માં જાણ કરતા 108 એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી બંને મિત્રોને ગંભીર ઇજા થઇ હોવાથી તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં ટૂંકી સારવારમાં જ મિહિર ગોસાઈનું મોટ થયું હતું જ્યારે મોહિત ટાંકની હાલત ગંભીર હોય તે સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂ, રાઇટર ધર્મેન્દ્રભાઈ હુદળ પ્રકાશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ચાવડાએ ભક્તિનગર પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો બંનેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા પરિવારજનોની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે, મિહિર તેના માતા પિતાનું એકનું એક સંતાન હતો. તે કોઈ દુકાનમાં કામ કરતો તેના માતા કેટરર્સ કામ કરે છે જ્યારે ઈજાગ્રસ્ત મોહિત બે બહેનોનો એકનો એક ભાઈ છે તે પણ કોઈ દુકાનમાં નોકરી કરે છે. તેમના માતા પિતાના છૂટાછેડા થઈ ગયા છે મોહિત તેમના માતા અને બે બહેનો સાથે રહે છે મોહિતના માતા કેટરર્સ કામ કરે છે બંને મિત્રો ગઈકાલે રાત્રે ગરબી જોવા ગયા હતા રાત્રે પરત આવતી વેળાએ અકસ્માત સર્જાયો હતો બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.



