26થી લઈને 29 માર્ચ સુધી ગુજરાતની જાહેર ક્ષેત્રની તમામ બેન્કો બંધ રહેશે
જો જાહેર ક્ષેત્રની કોઈ બેન્કમાં તમારું ખાતું હોય અને 26થી લઈને 29 માર્ચ સુધીમાં કોઈ કામથી બેન્ક જવાનું વિચારતા હોવ તો તે કામ આજે અથવા આવતીકાલે પતાવી દેજો, કારણકે આ શનિવારથી લઈને આવતા મંગળવાર સુધી રાજ્યભરમાં જાહેર ક્ષેત્રની બેન્કો બંધ રહેવાની છે. મહા ગુજરાત બેન્ક એમ્પ્લોઈઝ અસોસિએશનના સભ્યો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા પ્રસ્તાવિત જાહેર ક્ષેત્રની બેન્કોના હિતમાં ન હોય તેવી નીતિઓનો વિરોધ કરવા માટે દેશભરમાં હડતાળ કરવામાં આવે છે એક અનુમાન અનુસાર, બે દિવસ બેન્કો બંધ રહેવાને કારણે લગભગ 20,000 કરોડના ટ્રાન્ઝેકશન પ્રભાવિત થઈ શકે છે.સંઘ તરફથી કરવામાં આવેલી હડતાળની જાહેરાતથી વેપારીઓ ઘણાં નારાજ છે. કારણકે બેન્કો દ્વારા આ જાહેરાત તેવા સમયે આવી છે જ્યારે નાણાંકીય વર્ષનો અંત એટલે કે 31મી માર્ચ સાવ નજીક છે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ બાદ CNG-PNGના ભાવમાં થયો ભડકો
https://khaskhabarrajkot.com/2022/03/24/after-petrol-diesel-cng-png-prices-skyrocketed/