ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વ્યસન મુક્તિ અભિયાન” અંતર્ગત જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ ના સ્લોગન જૂનાગઢના મારૂ કંસારા સોની સમાજના સાહસવીર જશરાજ મેવચા અને તેમના મિત્ર હાર્દિક કારિયા બાઈક દ્ધારા 4000 કીમી નો પ્રવાસ કરશે.
જૂનાગઢમાંથી પ્રથમ વખત 2 સાહસવીર બાઈકર જશરાજ મેવચા તેમજ એના મિત્ર બાઈકર હાર્દિક કારિયા જૂનાગઢથી અયોધ્યાની સફર બાઈક દ્વારા દ્રગ્સ તેમજ અન્ય વ્યસનોને રવાડે ચઢી ગયેલાં યુવાનોનું ધ્યાન દોરવા તેમજ વ્યસન મુક્ત કરાવવાના ભાગ રૂપે “જફુ ક્ષજ્ઞ જ્ઞિં મિીલત”ના સુત્રને લઈ બન્ને સાહસ વીરો 4000 કિલોમીટરની સફર બાઈક દ્વારા કરશે.17 દિવસીય આ પ્રવાસ દરમ્યાન તેઓ તા. 5/1/2024થી જૂનાગઢથી નિકળી વારાસણી, અયોધ્યા ભગવાન શ્રી રામ મંદિર, લખનૌ, ઉતરાખંડના નૈનીતાલ, કૌસાની, અલ્મોર, બીનસર , મુન્શીયારી,જીમ કોરબેટ થઈ રીટર્નમાં દિલ્હી, મથુરા, જયપુર, ઝાંસી, ઉજ્જૈનથી જૂનાગઢ પરત ફરશે.આ ઉપરાંત આ લોકો એ લેહ લદાખના વર્લ્ડ હાઈએસ્ટ મોટરબલે રોડ ઉમલિંગલા પાસ(19024 ફુટ)ને સર કારેલ છે તથા બાઈક લયને નોર્થ- ઈસ્ટ માયાનામર જેવી જગ્યાઓનો પણ પ્રવાસ કરેલો છે.
જૂનાગઢના બે સાહસવીરો વ્યસનમુક્તિના અભિયાન સાથે 4 હજાર KM પ્રવાસ કરશે
